________________
૧૪૦
રાજહૃદય ભાગ-૫ ઉપર છાયો આવે તો પણ એકદમ તપેલો હોય છે. છાંયો છે ત્યારે કોઈ પ્રશ્ન કરે કે હવે છાંયામાં રહેલો પત્થર ઊનો કેમ છે ? તો કહે છે. આખો દિવસ તપેલો રહ્યો છે એટલે ઠરતા એને સમય લાગશે. એમ વિભાવભાવ એટલો અભ્યાસિત થઈ ગયો છે. એટલો સહજ થઈ ગયો છે કે એ ક્રમે ક્રમે જતા, ઘટતા, મટતા એને સમય લાગે છે. (વાલ પરના દોm)
મુમુક્ષુ - એનાથી પાછો વિરુદ્ધ દાખલો પણ છે. “ભરત મહારાજાના સો પુત્રો નિગોદમાંથી આવ્યા છે. કાંઈ પૂર્વ સંસ્કાર નહોતા. તોપણ એક ભવમાં...
- પૂજ્ય ભાઈશ્રી :- એટલે તો એમ કહ્યું કે શક્તિ છે. જીવમાં અંતર્મુહૂર્તમાં સમ્યગ્દર્શન પામે તેને તે જ ધ્યાન અવસ્થામાં પોતે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લઈ શકે. મુનિદશા પહેલેથી અંગીકાર કરીને કષાય તો એટલા બધા પાતળા પડી ગયા હોય કે એ તો એણે સમ્યગ્દર્શન પહેલાં બાહ્યચારિત્રમાં આવવાનું તો બધું પતાવી લીધું હોય. હવે સમ્યગ્દર્શન થાય અને એના એ જ ધ્યાનસ્થ અવસ્થામાં છૂટે જ નહિ, બહાર આવે જ નહિ. શ્રેણી માંડે તોપણ અંતર્મુહર્ત તો લાગે. એટલે ક્રમ તો પડે જ. પણ ઉત્કૃષ્ટ શક્તિ એવી છે કે અંતર્મુહૂર્તમાં પામે. અનઉત્કૃષ્ટમાં એવું છે કે સમ્યગ્દર્શન પામ્યા પછી વધુમાં વધુ પંદર ભવ સુધી ભવાન્તર થાય છે.
મુમુક્ષુ – દસ તો મહાવીર ભગવાનને થયા. પૂજ્ય ભાઈશ્રી :- દસ ભવ તો ભગવાન મહાવીરસ્વામીના પ્રસિદ્ધ છે. મુમુક્ષુ :- બે પાંચ ભવની ગણતરી શું છે ?
પૂજ્ય ભાઈશ્રી :- હા, કોઈ ગણતરી નથી. અનંત કાળમાં સાધકદશાનો અસંખ્ય સમયનો કાળ છે. જેટલા ભવ થાય કોઈને એમાં અસંખ્ય સમયથી વધારે નથી. અનંત સમય કોઈને નથી. એટલે અનંત કાળના પ્રમાણ પાસે એ પ્રમાણ ઘણું અલ્પ છે, એમ વાત છે ખરેખર તો. અને દૃષ્ટિ થતાં પોતાનું સ્વરૂપ કબજામાં આવ્યું પછી એ સંબંધીનું અસમાધાન નથી. પછી પોતાના પુરુષાર્થમાં જીવ ઉદ્યમવંત રહે છે, પુરુષાર્થવંત રહે છે અને યથા સમયે પૂર્ણ થઈ જાય છે. બસ ! કોઈ વહેલો, કોઈ થોડો વહેલો, કોઈ થોડો મોડો એ બહુ મહત્ત્વ વગરની વાત છે, એનું કોઈ ખાસ મહત્ત્વ નથી.
અહીંયાં તો મુમુક્ષુ માટે વાત લીધી છે કે વર્તમાન મુમુક્ષુની દશા જોવામાં આવે