________________
પત્રાંક૩૧૯
૧૪૯
પૂજ્ય ભાઈશ્રી :– એક સમય લાગે છે. અસ્તિ અને નાસ્તિનો એક જ સમય છે. એક સમયમાં નાસ્તિ. ખલાસ ! આ પરિસ્થિતિ છે.
મુમુક્ષુ :– આટલું સાંભળ્યા પછી રાત્રે નિરાંતે ઊંઘી જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :– એવી તો કોઈ એક વખત ચિંતાવાળી દશા થવી જોઈએ કે ઊંઘ ઊડી જાય. જ્યાં સુધી સ્વરૂપની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ઊંઘ ન આવે, નિચંતે ખાતું ભાવે નહિ, નિરાંતે ઊંઘી શકાય નહિ. એવી અંદરની કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તો વાંધો નથી. તો એને નજીકતા આવે છે. નહિંતર પોતાને ઉપેક્ષા વર્તે છે. સ્વરૂપ પ્રાપ્તિના પરિણામની પોતાને ઉપેક્ષા વર્તે
છે.
હવે પોતે ત્રણ લોકનો નાથ છે, પરમાત્મા છે એની ઉપેક્ષા કરે. સાધારણ માણસની ઉપેક્ષા કરો તોપણ ઘરે ન આવે. સામાન્ય માણસ હોય અને તમે ઉપેક્ષા કરો, એની સાથે વાત ન કરો તો એ તમારા ઘરે ન આવે. આવે ? (એમ) કહે, આપણે ક્યાં માથે પડતા જાવું ? એ તો સામું પણ જોતા નથી, બોલાવતા પણ નથી મળે ત્યારે. તો આ તો ત્રણ લોકનો નાથ પરમાત્મા છે એની ઉપેક્ષા કરે છે.
મુમુક્ષુ :– એની ઉપેક્ષા કરે છે અને અપેક્ષા કરે છે.
પૂજ્ય ભાઈશ્રી :– એના દુશ્મનની અપેક્ષા કરે છે. વિભાવ છે એ એનો દુશ્મન છે. આત્મા આનંદ-અમૃતથી ભરેલું સરોવર છે અને બીજું હળાહળ વિષ છે એની અપેક્ષા કરે છે. વિભાવની અપેક્ષા કરે છે, સ્વભાવની ઉપેક્ષા કરે છે. એમ છે. દુશ્મન સાથે મૈત્રી છે અને જે પોતાનું જ અનંત ગુણવાન સ્વરૂપ છે એનો વિરોધ કરે છે. ખરેખર તો પોતે જ પોતાનો વિરોધ કરે છે. કેવી રીતે આવે ? કેવી રીતે પ્રાપ્તિ
થાય ?
એવી રીતે અનંત જંજાળ લઈને બેઠો છે. થોડો કાળ મળ્યો છે તોપણ જંજાળ. અનંત લઈને બેઠો છે. સંયોગોની પ્રાપ્તિ મર્યાદિત છે તોપણ પોતે અનંત તૃષ્ણા લઈને બેઠો છે, અનંત ઇચ્છાઓ લઈને બેઠો છે. ત્યાં કેવી રીતે સ્વરૂપની સંભાળ થાય ? ત્યાં કોઈ સ્વરૂપની સંભાળ થઈ શકે એવી પરિસ્થિતિ હોતી જ નથી. પણ જે પાછો વળે છે, જંજાળ અલ્પ કરી નાખે છે એટલે પોતાના વિભાવને ફક્ત સ્થિતિસ્થાપકતામાં રાખવા પૂરતી જંજાળ છે. પરિણામ નીચે ચાલ્યા ન જાય એટલા પૂરતી જેની સંભાળ છે અને અપ્રમત છે એટલે પુરુષાર્થવંત છે જેનું પરિણમન. જેને