________________
પત્રાંક-૩૧૮
૧૩૭ બહાર જાય તો લાલ આંખ થઈ જાય “ગુરુદેવની. એટલો વ્યવહાર જોરથી સ્થાપતા હતા.
આપણે પરમાગમસાર’માં તો એ વાત લીધી છે કે અરિહંતની સ્થાપનાનો વિષય પોતે લીધો છે એ વિષયમાં તો. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી. આ વ્યવહાર છે. દેવગુરુશાસ્ત્ર અને સન્દુરુષ સાચા નિમિત્ત છે. જેને સાચા નિમિત્તનું બહુમાન આવતું નથી. તેને આત્માનું મહાભ્ય તો આવતું જ નથી. કોઈ કાળે ન આવે એને આત્માનું મહાસ્ય. નિમિત્તનો વિવેક... નિમિત્તને ઉડાતતા નહોતા. “નિમિત્તનો વિવેક તે ખરેખર આત્માનો વિવેક છે. એમ કહે છે. એ ઉપાદાનનો વિવેક છે. કોઈ માને ‘ગુરુદેવના શબ્દો છે? એવી વાત ખેંચી છે. “મોક્ષમાર્થ પ્રકાશકનો વિષય ચાલ્યો છે. મોક્ષમાર્ગ પ્રકાશક ઉપરના પ્રવચનોમાંથી ખેંચેલું છે. સ્વરૂપની દષ્ટિ જેને થઈ છે તેને નિમિત્તનો વિનય આવ્યા વિના રહેતો નથી. લોકો નિશ્ચયના બહાને ભૂલ્યા છે. અને વ્યવહારને સમજતા નથી. અને તેથી તે નિશ્ચય વ્યવહાર બને ભલ્યા છે. એનો નિશ્ચય પણ ખોટો અને વ્યવહાર તો એનો સીધો જ ખોટો છે. એ પરમાગમસારનો ૮૨૭(મો) બોલ છે.
(અહીંયાં) છેલ્લી લીટીમાં કહે છે. પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષતા મંદ કરવા યોગ્ય નથી; એવો નિશ્ચય રાખવો યોગ્ય છે. આ એક દૃઢ નિશ્ચય રાખવો યોગ્ય છે કે પ્રમાદવશ એટલે બીજા કામમાં તીવ્ર રસથી પ્રવર્તવું તે અહીંયાં પ્રમાદ છે, એમાં વૈરાગ્યની તીવ્રતા ઘટવી ન જોઈએ અથવા મુમુક્ષતા મંદ થવી ન જોઈએ. મુમુક્ષુતા. મંદ થાય કે વૈરાગ્ય મંદ થાય એ પ્રકારે પ્રમાદમાં વર્તવું યોગ્ય નથી. અથવા એ પ્રકારે જો જીવ પ્રમાદમાં વર્તે છે તો એણે એનો નિશ્ચય બરાબર કર્યો નથી. એને વિકલ્પાત્મક નિર્ણય પણ દઢ નથી. એ દઢ નિશ્ચયમાં નથી. ઉપર ઉપરથી બધું કરે છે તો એની તો કાંઈ અસર રહેવાની નથી. આપણે કહે છે ને કે ભાઈ ! વાંચીએ છીએ ત્યારે, સાંભળીએ છીએ ત્યારે બધું બરાબર લાગે છે પણ પછી કાંઈ રહેતું નથી. એનું કારણ શું છે? કે પ્રમાદમાં ન તો વૈરાગ્યની તીવ્રતા રહે છે, ન તો મુમુક્ષતાની તીવ્રતા રહે છે. એનું કારણ નિશ્ચય દઢ નથી. મારે જે કામ કરવું છે એનો પણ મારે દઢ નિશ્ચય નથી. એટલે એ બધું થોડું સાંભળેલું, વાંચેલું હોય છે એ ધોવાઈ જાય છે, એની કોઈ અસર નથી રહેતી. એનું કારણ છે. અહીં સુધી રાખીએ.