________________
પત્રક-૨૧૮
૧૩૫ વર્તવાનો અભ્યાસ ચખવો યોગ્ય છે. પારકું છે. અહીં તો ડોસો થાય તોપણ છોકરાને Control ન આપે.
મુમુક્ષુ :- આ પહેલાંની વાત હતી.
પૂજ્ય ભાઈશ્રી :- અત્યારે તો લઈ લે. પણ એ લઈ લે તો ઘર્ષણ થાય છે. લઈ લે એમાં શું થાય ? એને દેવું ન હોય તો શું થાય ? ઘર્ષણ થાય કે ન થાય? એક મોટી ઉંમરના મુમુક્ષભાઈ હતા. અમે એક વખતે ફંડ માટે ગયા. બહુ શ્રીમંત પૈસાવાળા માણસ હતા. પૈસા તો ઘણા છે, ભાઈ પણ હવે ભાવ નથી ચાલતો. દેવાનો ભાવ નથી થતો. પૈસા તો ઘણા છે. પૈસા નથી એવું નથી પણ મારી કોઈ યોગ્યતા જ એવી છે કે દેવાનો ભાવ મને નથી થતો. મેં કીધું, પણ કોના દેવા છે. એ તો નક્કી કરો હવે ? તમારા દેવા (છ)? અમે ગયા ત્યારે છોકરાઓ બહાર બેઠા હતા કે આ લોકોના દેવાના છે તમારે ? તમે તો મહેમાન છો હવે. હવે જે દેવાના છે એ ઓછા થશે તો આના ઓછા થશે તમે દેશો તોપણ. તમારે શું છે પણ હવે ? જેટલા છે એટલા તમે ખાઈ શકો એમ છો નહિ પૈસા ઘણા છે. તમે વાપરી શકો. એવું છે નહિ. વાપરવાની તમારી દેહની પરિસ્થિતિ નથી. હવે એમાંથી દઈ દો તો. આના ઓછા થાય છે, તમારા ક્યાં ઓછા થાય છે ? પણ અન્યત્વભાવના આવવી બીજી વાત છે. મારા છે ને હું દઉં છું. દેનાર એમ કરે છે. અથવા મારા છે ને મારે દેવા નથી. એમ કરે છે. અને એક સરખા ઊભા છે. અન્યત્વભાવનાએ વર્તવાનો, હોં ! અન્યત્વભાવનાએ વિચારવાનો અભ્યાસ રાખજો એમ નથી કહેતા. વર્તવાનો અભ્યાસ રાખજો. જુઓ ! બીજાં કામમાં પ્રવર્તતા પણ અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે.'
મુમુક્ષુ - ભાવના શબ્દ લખ્યો છે, વિચાર નથી લખ્યું.
પૂજ્ય ભાઈશ્રી – હા. અને ભાવનાએ વર્તવું, એમ. ભાવનાએ પરિણમવું, એમ વાત છે. વિકલ્પ કરવો એ વાત નથી.
વૈરાગ્યભાવનાએ ભૂષિત એવા “શાંતસુધારસાદિ ગ્રંથો નિરંતર ચિંતન કરવાયોગ્ય છે. એ ખાસ પોતે ગૃહસ્થ મુમુક્ષુને વૈરાગ્યના ગ્રંથો વાંચવાની ખાસ ભલામણ કરતા. કેમકે જીવને રાગ તીવ્ર થાય છે. મુમુક્ષુને પણ ગૃહસ્થની પરિસ્થિતિમાં તીવ્ર રાગ થાય છે તો વૈરાગ્યની વાત વારંવાર ખાસ બતાવે છે. વાંચન પણ વૈરાગ્યના ગ્રંથોનું