________________
પત્રાંક-૩૧૮
૧૩૩ કાંઈ છે નહિ. નિર્ણય પોતાને કરવાનો છે. કયા માર્ગે ચાલવું એ નિર્ણય પોતાને કરવાનો છે. અને એમાં પોતે સ્વતંત્ર છે. એમાં તીર્થંકર પણ એને બાંધી શકે એવું નથી. એ તો પોતે આગળ લખશે કે, “બાંધનારને કોઈ છોડાવનાર નથી અને જેને છૂટવું છે એને જગતમાં કોઈ બાંધનાર નથી.” આ સીધી વાત છે. એ તો પોતે ની અંદર લખે છે. કેટલી વાતો લખી છે ! કોઈ પડખું જાણે બાકી નથી રાખ્યું એટલી વાતો લખી છે !
મુમુક્ષ :- જે જ્ઞાની કરતા હોય તે માર્ગ જ મુમુક્ષ માટે છે.
પૂજ્ય ભાઈશ્રી :- જો જ્ઞાની થવું હોય તો, મુમુક્ષુએ જ્ઞાની થવું હોય તો જ્ઞાની જે રીતે એ વર્તે છે એ માર્ગે ચાલવાનો પ્રયત્નવાન થાય અને એ જ રીતે ચાલવાનો પ્રયત્ન કરે. પછી ચાલી શકે પોતાની શક્તિ અનુસાર, પણ પ્રયત્ન તો એને એ કરવો કે એથી ઊલટો કરવો ? કઈ રીતે પ્રયત્ન કરવો ? સીધી વાત તો એ છે. ૩૧૭ પત્ર પૂરો) થયો.
પત્રાંક-૩૧૮
મુંબઈ, પોષ વદ ૧૩, ગુરુ, ૧૯૪૮ બીજા કામમાં પ્રવર્તતાં પણ અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે.
વૈરાગ્યભાવનાએ ભૂષિત એવા શાંતસુધારસાદિ ગ્રંથો નિરંતર ચિંતન કરવાયોગ્ય છે.
પ્રમાદમાં વૈરાગ્યની તીવ્રતા, મુમુક્ષતા મંદ કરવા યોગ્ય નથી; એવો નિશ્ચય રાખવો યોગ્ય છે.
શ્રી બોધસ્વરૂપ છે