________________
૧૩૪
ચજહૃદય ભાગ-૫ ૩૧૮. કુંવરજી મગનલાલ' ઘણું કરીને કલોલના કોઈ ભાઈ છે. બીજાં કામમાં, પ્રવર્તતાં પણ અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. શું કહે છે? આ સીધું માર્ગદર્શન આપ્યું છે કે પૂર્વકર્મને વશ અનેક પ્રકારના પ્રસંગ થશે, ઊભા થશે. લાવવા પડતા નથી, પ્રસંગ ઊભા થશે. તો ગૃહસ્થી માણસને સંસારની અંદર કોઈપણ બીજા કામમાં પ્રવર્તવાનું થાય છે પણ અન્યત્વભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. આ Practice કરાવે છે, જુઓ ! સીધી Practiceની વાત છે. અન્ય છું, પારકો છું-એ ભાવનાએ વર્તવાનો અભ્યાસ રાખવો યોગ્ય છે. મારું છે એમ ધણી થઈને કરીશ તો મરી જઈશ. ખલાસ ! ડૂબી જઈશ તું. એમાં પછી બહાર નીકળવાનો કોઈ અવસર નથી. મારું નથી પણ કોઈએ મને વ્યવસ્થા સોંપી છે, આ નોકરીએ ચડાવ્યો છે. નોકરી પૂરી કરીને, પગાર લઈને ચાલતો થાવ. આ મહિને પગાર લે છે ને ! એમ ઘરમાં ખાવું, પીવું. પોતાની ઈચ્છા અનુસાર તો પોતે પગાર લે છે કે નહિ ? પગાર લે અને કામ કરી દેવું. પણ પગારદારને ધણીપણું આવતું નથી. નુકસાન જાય તોપણ શેઠને અને નફો થાય તોપણ શેઠને..
મુમુક્ષુ – Paying guest તરીકે રહે. - પૂજ્ય ભાઈશ્રી :- હા. Paying guest. “સોગાનીજીએ કહ્યું હતું કે મેં તો પંગુ હો ગયા હું પણું એટલે હાથ-પગ ભાંગી જાય એને પંગુ કહે છે. તો કહે છે, મેં તો પંગુ હો ગયા હું દો યઇમ રોટી ખીલા દેના. બે ટઇમ રોટલી ખવડાવી દેજો. મારું હવે આમાં કાંઈ કામ કરી શકું એવું મને નથી લાગતું. તબીયત કાંઈ ખરાબ હતી એવું નહોતું. પણ પોતાનો ઉત્સાહ નિવૃત્ત થઈ ગયો, કામ કરવા માટે પોતાનો ઉત્સાહ નિવૃત્ત થઈ ગયો. તો પરિવારવાળાને કીધું કે ભાઈ! મને બે ટાઇમ રોટલી આપી દેજો, હું તો પડ્યો રહીશ એકકોર. બાકી મને કાંઈ કામ કરવું સૂઝે એવું હવે કાંઈ મારી સ્થિતિ દેખાતી નથી. એ વાત વાંચીને ‘ગુરુદેવને બહુ અસર થઈ હતી.
મુમુક્ષુ - એક લીટીમાં કેટલો બધો માલ ભર્યો છે.
પૂજ્ય ભાઈશ્રી – એક લીટીમાં તો ઘણી વાત લખી છે. ગુરુદેવ' એમ બોલ્યા હતા કે જુઓ તો ખરા ઘરમાં રહીને આનો વૈરાગ્ય કેટલો છે ?
એમ મુમુક્ષને અહીંયાં માર્ગદર્શન છે કે બીજા કામમાં પ્રવર્તતી વખતે પણ ચાલુ વર્તમાન ધે છે, પ્રવર્તતા એટલે ચાલુ વર્તમાન, પ્રવર્તતા પણ અન્યત્વભાવનાએ