________________
૧૩૨
ચજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી - કેવી રીતે ન આવે ? પર્યાયબુદ્ધિમાં તો ઊભો છે. જીવ મિથ્યાદષ્ટિ હોવાથી પર્યાયબુદ્ધિમાં તો ઊભો છે. હવે જે પર્યાય થવામાં એમાં અહમ્પણું તો કરવાનો ! હું આવો સેવક, હું આવો સેવક. છેવટે એનું અભિમાન તો કરશે જ. અભિમાનથી છૂટવાનો તો કોઈ અવસર જ નથી. હું સારી વ્યવસ્થા કરી શકું છું, બધા કરતા વધારે સેવા કરી શકું છું, સારામાં સારી ગામની સેવા આપણે કરી. મેં કર્યું. મેં કહ્યું. કર્યું. એ તો જાણે કેવી રીતે ? ટળશે કેવી રીતે ? દઢ થાશે.
પહેલી વાત તો એ છે કે જીવે પોતાને એક પ્રશ્ન પૂછવાની જરૂર છે કે તારે તારું આત્મહિત કરવું છે કે નહિ ? અનંત કાળે મનુષ્યપણું આવે છે અને આવ્યું. દુર્લભ એવું મનુષ્યપણું મળ્યું) એમાં આત્મહિત કરી લેવું છે કે આ લોકના બધા “ધા-ઉધામાં છે એ બધા કરવા છે ? શું કરવું છે ? પોતાના આત્માને પોતે પૂછી "લેવું. સીધી વાત છે. પછી એને ખબર પડશે કે મારે ખરેખર શું કરવું છે ? જે કરવું હોય એના માટે તું સ્વતંત્ર છો, કોઈ બંધન નથી. તારે જે કરવું હોય તે. પણ તું નક્કી તો કર કે તારે કરવું છે શું આખરમાં ? | મુમુક્ષુ :- પચાસ ટકા આ બાજુ અને પચાસ ટકા પેલીબાજુ એમ કરે તો...
પૂજ્ય ભાઈશ્રી :- કાંઈ કાંઈ નહિ. એક ટકો પેલી બાજુ ગયો કે સોએ સોએ ટકો ગયો. એક ટકો પણ પેલી બાજુ ગયો એટલે સોએ સો ટકા ગયો. સીધી વાત છે.
મુમુક્ષુ :- કાં તો પૂરેપૂરો આમ જાય, કાં તો પૂરેપૂરો આમાં જાય. બે છે.
પૂજ્ય ભાઈશ્રી :- નક્કી તો–નિર્ણય તો એક જ બાજુનો જ થાશે. આ બાજુ ઘર છે અને આ બાજુ ગામ છે. બરાબર ? હવે અમુક ટકા આ બાજુ જાવ અને અમુક ટકા આ બાજુ જાવ, એમ કરી દ્યો જોઈ.
મુમુક્ષુ :- ન બને.
પૂજ્ય ભાઈશ્રી - અમુક ટકા તમે ઘર બાજુ ચાલો. અમુક ટકા તમે ગામ બાજુ ચાલો. એક્કે બાજુ નહિ જાવ. એ ટકાવાળી સમજણ વગરની વાત છે. કે અમુક ટકા રાખીએ તો ? એ વાત સમજણ વગરની છે. જે બાજુના ટકા છે એ સોએ સો ટકા હોય છે. કાં તો જીવ સોએ સો ટકા સંસારાર્થી છે, કાં તો જીવ સોએ સો ટકા મોક્ષાર્થી છે. બે જ માર્ગ છે–એક સંસારમાર્ગ છે અને એક મોક્ષમાર્ગ છે. જે મોક્ષમાર્ગી છે તે સંસારમાર્ગી નથી અને સંસારમાર્ગી છે તે મોક્ષમાર્ગી નથી. એમાં ટકાવારી ફકાવારી