________________
૧૩૦
રાજહૃદય ભાગ-૫ પહેલાં “અજમેર હતા ત્યારે આવ્યા. પાછા “અજમેર ગયા. “અજમેર છોડીને પછી “કલકત્તા ગયા, પરિસ્થિતિના કારણે. માણસ દેશ છોડીને પરદેશ ક્યારે ખેડે ? કે દેશમાં રોટલા ન મળતા હોય એ પરદેશ જાય. “મુંબઈમાં તો લોકો હજી આજે ચર્ચા કરે છે કે ભાઈ આપણે મુંબઈમાં શું કરવા આવ્યા ? આપણને દેશમાં રોટલા નહોતા એટલે આપણે અહીંયાં આવ્યા. એમ ત્યાં ચર્ચા કરતા હોય છે આપણા લોકો. સીધી વાત છે કે નહિ ?
લિ. યથાર્થ બોધસ્વરૂપના યથાયોગ્ય' એ રીતે કેટલીક પોતાની દશાનું વર્ણન કરીને આ પત્ર પૂરો કર્યો છે.
મુમુક્ષુ - મુમુક્ષુને ... પૂજ્ય ભાઈશ્રી :- ફરીથી સમજાણું નહિ. મુમુક્ષુ :- મુમુક્ષુને લોક પરિચય ન હોવો જોઈએ.
પૂજ્ય ભાઈશ્રી - ઓછો કરી નાખવો જોઈએ. હા, બને એટલો ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમકે લોકપરિચય તો ક્યારે કરે છે ? એને એ પરિચયમાં રસ પડે છે ત્યારે કરે છે. પ્રસંગ પડે તો પણ એમ ઇચ્છે કે જેટલો પ્રસંગ ઓછો પડે એવી પ્રવૃત્તિમાં રહું. લોકપરિચય છે એ તો કુસંગ છે. શું છે ? લોકોનો જે પરિચય છે એ શું છે? કુસંગ છે, કોઈ સુસંગ-સત્સંગ થોડો છે કાંઈ ? લોકો તો રંગરાગમાં પડેલા છે. જગતના જીવો તો રંગરાગમાં (છે). શું વાત આવશે ? બે-પાંચ જણા ભેગા થશે શું વાત કરશે ? કાં રાજકથા કરશે, કાં ભોજનકથા કરશે, કાં સ્ત્રીકથા કરશે. ચાર કથામાંથી બીજું કામ, ભોગબંધનની કથા સિવાય ચાર જણા ભેગા થઈને બીજું શું કરશે ? એમાં તો જેને રસ છે એ ભેગા થાય છે. સીધી વાત છે. આ સગાસંબંધીઓ ભેગા થઈને કરે છે શું ? ચર્ચા શું ચાલે છે? વેપારી હોય તો વેપારની કરશે. વકીલ હશે તો વકીલાતની કરશે. એટલે એના ધંધાની કરશે. જાજી તો ધંધાની કરશે. કાં દેશની કરશે, કાં ગામની માંડશે. શું કરે છે ? પ્રસંગ પડે અને જવું પડે કે ભાઈ આ સાદડીમાં જાવાનું, કે લગ્નમાં જવાનું છે તો જાવું પડે છે વ્યવહારે. બાકી અમથો અમથો પરિચય વધારવાનું શું કારણ છે ? કારણ વગર જવાનું પ્રયોજન શું છે ? કે પોતાને એ પ્રકારના વાતચીતનો રસ હોય તો જાય.
મુમુક્ષુ - જાજાના પરિચયથી મારે વેપારમાં ફાયદો થઈ જશે.