________________
૧૨૮
ચજહૃદય ભાગ-૫
પહેલાં તો એટલા બધા ચક્રવર્તી થયા છે કે અહીંયાં મારું નામ લખવાની જગ્યા નથી. એટલે એમણે એક ચક્રવર્તીનું નામ ભૂંસાડ્યું.
?
પોતે શાની હતા એટલે ખ્યાલમાં આવ્યું કે આ મેં આજે એક જણનું નામ ભૂંસાડ્યું છે, કાલે મારું નામ કો'ક ભૂંસાડનારો અહીંયાં આવશે. આ નામનો મોહ નકામો છે. અને પાંચ-પચીસ વર્ષે કોણ સંભારે છે ? પાંચ-પચીસ-સો-બસો (વર્ષે) પતી ગયું. બે-ચાર પેઢી ગઈ પછી કોઈ સંભારતું નથી. કોઈ પ્રખ્યાત હોય તોપણ. ન પ્રખ્યાત હોય તેવા તો ઘણા ચાલ્યા જાય છે. પણ કોઈ પ્રખ્યાત થાય. પ્રખ્યાત, કુખ્યાત થાય જે રીતે થાય એ રીતે પણ સો-બસ્સો વરસે બધા ખલાસ, ભૂંસાય જાય છે. એ તો જીવને એક વ્યામોહ છે, બીજું કાઈ નથી. નામનો પણ એક મોહ છે, માનનો મોહ છે. એમાં કાંઈ વાતમાં માલ નથી.
બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. ગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ.' કોઈ જગતની સામે જોવાનું મન થાતું નથી. ખબર છે ગત કઈ રીતે ચાલે છે. ચાલવા દ્યો એની રીતે. આપણે આપણા રસ્તે ચાલ્યા જાવ. વસ્તીથી કંટાળી ગયા છીએ.' મુંબઈથી લખે છે ને ? એ જમાનામાં આટલી વસ્તી નહોતી. અત્યારે તો ત્રણ ગણી વસ્તી થઈ ગઈ છે. તો કહે છે, અમે કંટાળી ગયા છે. વસ્તીથી અમે કંટાળી ગયા છીએ.
દશા કોઈને જણાવી શકતા નથી. અમારી જે અંદરની દશા છે એ અહીંયાં કોને કહીએ ? કોને બતાવીએ ? પોતાના પરિણામ છે એ પોતાના Control બહાર તા નથી.
મુમુક્ષુ ઃ
પૂજ્ય ભાઈશ્રી :– આવી જ જાય એ તો. એ તો સમ્યગ્દર્શન પહેલાં આવી જાય છે. એટલો ભેદશાનનો અભ્યાસ થાય પછી ધ્યાન થાય છે. જેને પરિણામ કાબૂમાં ન આવે એને ધ્યાન કેવું ? એને ધ્યાન થવાનો પ્રશ્ન જ નથી.
મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ, એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ.’ નહિતર તો ઊથલી પડીએ એમ કહેવું છે. સંસારની પ્રવૃત્તિ એવી ચીજ છે કે માણસ એમાંથી ઊથલી પડે. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે. એમ રહે છે.' કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એટલે પદાર્થને