________________
૧૨૬
ચજહૃદય ભાગ-૫ તે કાલ કહેજો, હું જાઉં છું. પછી કાંઈ એને લપ નહિ અને આ ઘરે આવ્યા પછી, પાછો (ફોન ઉપર) હલો. હલો કરવા માંડે. ૨૪ કલાકની મજૂરી. ઊંઘે તો ઊંઘમાં પણ એ જ બધું ફરે. એક જ વાત આવ્યા કરે, ચાલુ રહે. ૨૪ કલાકની મજૂરી. એના આત્મામાં શું આવે? દુખ સિવાય કાંઈ ન આવે. આકુળતા, દુખ, આર્તધ્યાન, રૌદ્રધ્યાન આ સિવાય કાંઈ નહિ.
મુમુક્ષુ - સડેલા કૂતરાને માથામાં જીવડા પડે. એક સેકંડ કયાંય ચેનથી બેસે
પૂજ્ય ભાઈશ્રી - ક્યાંય ચેન પડે નહિ. એને ક્યાંય ચેન હોય નહિ, એને ચેન રહે નહિ. એવી ભઠ્ઠીમાં સળગતો હોય એવી પરિસ્થિતિ છે. જ્ઞાનીને તો થોડોક વિકલ્પ ઊઠેને તોપણ એને ભઠ્ઠી લાગે. પેલાને બિચારાને કેટલી (ભઠ્ઠી છે એની) ખબર નથી. જ્ઞાનીને ખબર છે, એને બિચારાને ખબર નથી.
“વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ એટલે જરાય રસ નથી. વેઠિયાને શું રસ હોય? એને પોતાને કઈ રસ નથી, કોઈ પ્રવૃત્તિમાં રસ નથી. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. પરેચ્છાનુચારીને શબ્દભેદ નથી.' આગળ કહેતા આવ્યા છે. બીજાને અનુસરવાનું રાખીએ છીએ. તમારે એમ કરવું છે ને ? બહુ સારું, ભાઈ ! માલ લેવો છે? બહુ સારું ચાલો. વેચી નાખવો છે ? નથી રાખવો ? કાંઈ નહિ, વેંચી નાખો. બીજાને અનુસરવાનું રાખીએ છીએ. એવો વિકલ્પ ઊઠ્યો છે તો એને જે કાંઈ પૂર્વકર્મ અનુસાર સંયોગ-વિયોગ તો થવાનો છે ને. સરવૈયું તો બાર મહિને નીકળે છે પણ એ બધું નિશ્ચિત થયેલું નીકળે છે. અહીં પોતે ધણી થઈને કરે તો આર્તધ્યાન વિશેષ થાય. પણ ચાકર થઈને કરે તો એને કઈ લેવાદેવા રહેતી નથી. - મુમુક્ષુ :- મોક્ષમાર્ગમાં બહુ કિમતી વાત છે. - પૂજ્ય ભાઈશ્રી - હા છે. મોક્ષમાર્ગમાં કિમતી વાત છે અને મુમુક્ષુએ એના જીવનમાં વ્યવહારિક જીવન કેવી રીતે જીવવું એ શિખડાવે છે. જ્ઞાની શિખડાવે છે કે તું આમ જીવ. હું આમ જીવું છું, જો તું પણ આમ જીવ. એમ શિખડાવે છે. આ
પ્રશ્ન :- ઘરમાં મોટો હોય તો એને ચાકર કઈ રીતે માને ?
સમાધાન - મોટો તો માની બેઠો છે ને ! માની બેઠો છે ને કે હું મોટો. એવું બને છે કે ચાર ભાઈઓ હોય અને સૌથી નાનો કડેધડે હોય. એવું નથી બનતું?