________________
૧૨૪
ચજહૃદય ભાગ-૫ છો. અમે તમને એ વાત કેવી રીતે લખીએ ? જુઓ ! આટલી પાત્રતા પછી મૂળ વાતથી તમે અજાણ્યા છો, મૂળ સ્વરૂપથી અજાણ્યા છો એ વાત અમે તમને કેવી રીતે લખીએ? મન છે લખવાનું પણ લખતા નથી.
તે વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ એમ કહે છે. તમારા જેવાને પણ અમે જે કહેવા ધારીએ છીએ એ વાતનો ઘણા વખત સુધી પરિચય માગે એવી હજી તમારી યોગ્યતા છે, એમ કહે છે. આ વાતનો ઘણો પરિચય તમને હોવો જરૂરી છે. પછી એ વાત કાંઈક સ્થાન પામે એમ દેખાય છે હજી. “અને તે વિશેષ ગહન હોય છે અને એ પરિચય થતા એની ગહનતા કાંઈક આવે છે.
સિવાય લખવાનું સૂઝતું નથી. અથવા લખવામાં મન રહેતું નથી.’ મન થાતું નથી અથવા મન રહેતું નથી. વાત છે તમને કહેવા જેવી પણ મન થાતું નથી. કેમકે તે વિષયથી તમે અજાણ્યા છો. અમે શું કહીએ ? કહીએ તો ઉપરથી ચાલ્યા જશો. - કીધેલી વાત નકામી થઈ જશે..
મુમુક્ષુ :- કોઈ પણ વાતનો હેતુ સરે નહિ એટલે જ નથી કહેતા. પૂજ્ય ભાઈશ્રી - એટલે નથી કહેતા. એ ખ્યાલ છે પોતાને.
બાકી તો નિત્ય સમાગમને ઇચ્છીએ છીએ. તમને સમાગમ વિશેષ રહે એવું ઇચ્છીએ છીએ.
પ્રસંગોપાત્ત કઈ જ્ઞાનવાર્તા લખશો. આજીવિકાના દુખને માટે આપ લખો છો. તે સત્ય છે. પછી એ વાત વિશે પોતે લંબાવતા નથી. તમે તમારા સંયોગને વિશે લખો છો પણ જ્ઞાનવાત લખજો. આ ઠીક છે તમે લખો છો એ, પણ એ વાતને અમે અત્યારે કાંઈ સ્પર્શવા માગતા નથી, એ વાતને છેડવા માગતા નથી. તમે જ્ઞાનવાત લખજો.
હવે પોતાની દશા લખે છે. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે. વનમાં ચિત્ત રહે છે એનો અર્થ શું છે ? કે કોઈની સાથે અહીંયાં અમારે સંગનો મેળ ખાતો નથી. વનમાં કોઈને સંગ ન હોય. માણસ જંગલમાં એકલો જાય તો કોઈ ન હોય. એમ અમે અહીંયાં એકલા છીએ. એવું અમારું ચિત્ત છે. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે. આત્મા તો પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. અમારે જે સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ છે એ તો મુક્ત જ છે. એને વર્તમાન અવસ્થામાં અલ્પ બંધભાવ થાય છે એનાથી એ