________________
૧૨૨
રાજહૃદય ભાગ-૫ સમાધાન :- વસ્તુસ્થિતિ તો જડને વિષે વિચાર કરી સ્થિતિ એમ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. ઘણી ?,
મુમુક્ષુ - એમ ગણી કહે છે કે,
પૂજ્ય ભાઈશ્રી - હા, એમ ગણી. ગણી એટલે ગણતરી કરીને. એમ ગણીને. “એમાં કંઈ બીજ પ્રમાણ પણ હવે જોઈતું નથી; એમ ગણીને કહે છે કે. એમ. ગણી એટલે અહીંયાં ગણતરી કરીને. ગણીને કહે છે કે જો આવી વસ્તુસ્થિતિ છે . તો પછી દેહાદિકને વિષે સ્વપણું પોતાપણું મમત્વપણું મટે. સ્વસ્વરૂપનું તિરોભાવપણું
છે તે મટીને પ્રગટ થાય, મટીને પ્રગટ થાય. અહીંથી અધ્યાત્મ ઉતાર્યું. હવે દ્રવ્યાનુયોગ ઉપરથી અધ્યાત્મ ઉતાર્યું કે જ્યારે બે દ્રવ્યો એકાંતે ભિન્ન જ છે એવી જ વસ્તુસ્થિતિ છે તો પછી એવા દ્રવ્યાનુયોગ સમજવાનું, એ પ્રકારે દ્રવ્યાનુયોગ સમજવાનું ફળ શું? કે એનું ફળ એ છે કે પર સ્વરૂપ વિષેનો સ્વસ્વરૂપભાવ મટે. જે સ્વસ્વરૂપ આવરિત થઈ ગયું છે, તિરોભૂત થઈ ગયું છે તે પ્રગટ થાય અને આ રીતે પોતાને જે દુઃખ છે એ માટે અને સુખની પ્રાપ્તિ થાય. આ સીધો હિસાબ છે.
વિચાર કરો સ્થિતિ પણ એમ જ છે. માનો, વિચારીને સ્વીકારો તો વસ્તુસ્થિતિ પણ આમ જ છે. બીજી રીતે કોઈ વસ્તુસ્થિતિ નથી. “વિચાર કરે, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. હવે આ વાતની ગહનતા ઘણી છે એમ કહે છે. હવે કઈ અપેક્ષાએ ગહનતા છે ? આપણે તો “ગુરુદેવશ્રીને વર્ષો સુધી સાંભળ્યા પછી કોઈ મુમુક્ષુ એમ કહે કે એક દ્રવ્યથી બીજું દ્રવ્ય ભિન્ન છે અને એક દ્રવ્યની ક્રિયા બીજું દ્રવ્ય કરતું નથી એ તો અમને સ્થૂળ વાત લાગે છે. શ્રીમદ્જી કહે છે કે આ તો ઘણી ગહન વાત છે. એ અનુભવ અપેક્ષાએ ગહન છે. - ક્ષયોપશમમાં સમજવામાં ભલે તમને એ સ્થૂળ દેખાતી હોય પણ એ વાતને અનુભવમાં ઉતારવા જશો ત્યારે તમને લાગશે કે દેહમાંથી આત્મબુદ્ધિ ખસેડવી અને આત્મામાં આત્મબુદ્ધિ ગ્રહણ કરવી એ ઘણી ગહન વાત છે, એ કોઈ સાધારણ વાત નથી. દેહ અને આત્મા ભિન્ન છે હવે એ તો બહુ સીધી સાદી વાત છે એમાં કાંઈ મોટી વાત નથી, એમ કહે.
ભાઈ ! દેહ અને આત્મા ભિન્ન છે એ તને બહુ સાદી વાત લાગતી હોય તો જ્યારે શરીરની અશાતા ઉત્પન્ન થાય છે ત્યારે એ સાદી વાત કેમ સાદી રહેતી