________________
૧૨૦
ચજહૃદય ભાગ-૫ બે દ્રવ્યનું મળવું એકાંત હોવું યોગ્ય નથી.' હવે અહીંયાંથી કોઈ ચાહે કે બે દ્રવ્યનું મળવું એકાંતે ન થાય તો અનેકાંતે તો થાય. એકાંતે એટલે શું છે ? અહીંયાં જોર દેવું છે. એકાંત આમ વસ્તુસ્થિતિ છે. એ જ એનો અનેકાંત છે કે બીજી રીતે ન થાય, એમ એનો (અનેકાંત છે). એકાંતે બે દ્રવ્ય મળે જ નહીં એવો એકાંત છે. એકાંત છે એટલે એમાં એકતરફી વાત છે. એમાં બીજાતરફી કોઈ વાત નથી. એનું નામ એકાંત છે.
- બે દ્રવ્ય સદંતર મળતા જ નથી. એનું મળવું બની શકતું જ નથી. “જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઊપજતું હોય...' અથવા બે દ્રવ્ય મળીને કોઈ એક દ્રવ્યની પર્યાય ઉત્પન્ન થતી હોય તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે.' તો વસ્તુના સ્વરૂપનો નાશ થઈ જશે. ત્યાગ કરશે એટલે નાશ થઈ જશે. અને એમ તો કોઈ કાળે બને નહિ. વસ્તુનો નાશ થાય, કોઈ પદાર્થનો, કોઈ દ્રવ્યનો નાશ થાય એવું તો જગતમાં બનતું નથી. અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. એવું તો કદી બની શકતું નથી. માટે બે પદાર્થ મળીને કોઈ એક પરિણામને બદલાવવાની ક્રિયા કરે, ફેરબદલી કરી નાખે એવું બનતું નથી.
| દોઈ કરતૂતિ એક દર્વ ન કરત હૈ તેમજ બે ક્રિયા-જડની અને ચેતનની ક્રિયા પણ એક દ્રવ્ય ધારણ કરે નહિ. એક સમયને વિષે બે ઉપયોગ હોઈ શકે નહિ. એ જીવ સંબંધી લઈ લીધું. એટલે અહીંથી નીચેથી જીવની વાત લેશે. અત્યાર સુધી જે વાત કરી એ છએ દ્રવ્યને લાગુ પડે છે. હવે જીવદ્રવ્યને લે છે. એક સમયને વિષે બે ઉપયોગ હોઈ શકે નહીં. જીવ જાણે પણ અને જે જાણે એવા જડ પદાર્થના કાર્યને પણ કરે. ઉપયોગની ક્રિયાને પણ કરે અને ઉપયોગમાં જણાય એવા બીજા પદાર્થની ક્રિયાને પણ જીવ કરે એવું કદી બનતું નથી. જીવ અનુભવને તપાસે તો એને સ્પષ્ટ અનુભવગોચર થાય એમ છે કે હું જાણવાની મારી જ્ઞાનની ઉપયોગની ક્રિયાને કરું છું એથી આગળ હું કાંઈ કરી શકતો નથી.
જીવ પુદગલ એક ખેત અવગાહી દોઉ, “જીવ અને પુદ્ગલ કદાપિ એક ક્ષેત્રને રોકી રહ્યા હોય' આકાશની અપેક્ષાએ તો પણ...” “અપને અપને રૂપ, કોઉ ન ટરતુ હૈ; પોતપોતાનાં સ્વરૂપથી કોઈ અન્ય