________________
પત્રક-૩૧૭
૧૨૧ પરિણામ પામતું નથી. પરિણામ એટલે ફળ. પોતાના સ્વરૂપથી છૂટીને કોઈ અન્ય સ્વરૂપે થતું નથી. અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે
જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, “એટલે દેહાદિકે કરીને.” દેહાદિકમાં દેહ એટલે મન-વચન-કાયા બધું લઈ લેવું. પછી દૂરવર્તી પદાર્થો તો આપોઆપ છે. પણ મન-વચન-કાયા, જે પુદ્ગલો આત્માની સાથે સંયોગરૂપ જોડાયેલા છે એવા દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કર્યા છે. કારણ કે તે દેહાદિ જડ છે અને જડપરિણામ તો પુદ્ગલને વિષે છે.'
જડ પરિનામનિકો, કરતા હૈ પગલ' દ્રવ્યપુદ્ગલ જ જડ પરિણામનો કર્યા છે, જીવ કદાપિ નહિ “જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે. પુદ્ગલ, પુદ્ગલ સ્વરૂપે જ વર્તે છે, તો આપોઆપ જીવ, જીવસ્વરૂપે જ વર્તે છે એમાં કાંઈ બીજુ પ્રમાણ પણ હવે જોઈતું નથી. એમાં બીજા પ્રમાણની આવશ્યકતા લાગતી નથી. “એમ ગણીને કહે છે કે બનારસીદાસજીનો અભિપ્રાય શું છે એ હવે પોતે કહે છે. કાવ્યના કર્તા એમ ગણીને કહે છે કે
ચિદાનંદ ચેતન સભાવ આચરતા હૈ: કાવ્યકતનો કહેવાનો હેત એમ છે કે.' એમ. બનારસીદાસજી'નો અભિપ્રાય હવે કહે છે. હેતુ એટલે અહીંયાં અભિપ્રાય. જો આમ તમે વસ્તુસ્થિતિ સમજો. જો તમે જડ અને ચેતનના વિષયમાં–જડ, ચેતન પદાર્થના વિષયમાં, એના પરિણામના વિષયમાં, એના પરિણામના બદલવાના વિષયમાં જો તમે વસ્તુસ્થિતિ આમ છે એમ સમજો તો તો જડને વિષેનો જે સ્વસ્વરૂપભાવ છે તે મટે...” જે જડને વિષે આત્મભાવ થાય છે, દેહાભ્યાસ થાય છે, દેહને વિષે આત્મબુદ્ધિ થાય છે, હું બોલ્યો, મેં ખાધું, મારું વજન વધ્યું, દેહ નબળો પડતા હું નબળો પડ્યો, હું વૃદ્ધ થયો, હું યુવાન થયો, હું સ્વરૂપવાન છું, હું કુરૂપ છું એ બધું જે સ્વસ્વરૂપ ભાવ છે દેહને જડને વિષેનો જે સ્વસ્વરૂપભાવ છે તે મટે અને સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. અને આત્મા જે શુદ્ધ ચિદાનંદ સ્વભાવ છે એ તિરોભૂત થયો છે, આવરીત થયો છે તે પ્રગટ થઈ જાય. અથવા પોતાના અનુભવમાં પ્રકાશમાન થાય. “સ્વાનુમૂલ્યા વવI'. પોતાના અનુભવમાં પ્રકાશમાન થાય. જો વસ્તુસ્થિતિ જડચેતનની આ રીતે સમજવામાં આવે તો.
પ્રશ્ન :- એમ ગણી કહે છે કે એટલે શું ?