________________
પત્રાંક–૩૧૭
૧૨૫ વ્યતિરિક્ત-જુદું જ છે સાવ, જુદું છે. એને અને એને કાંઈ પોતે ભળતો નથી. ચાલતા વિકલ્પના અંશમાં પોતે ભિન્ન રહે છે, પોતે ભળતો નથી. એમ કહેવું છે.
મુમુક્ષુ :- મુખ્યતા આ વસ્તુની થાય છે.
પૂજ્ય ભાઈશ્રી - ભિન્ન પડી ગયા છે. ભિન્ન સ્વરૂપ છે એને ભિન્ન અનુભવ કરે છે. ભિન્ન સ્વરૂપની ભિન્ન અનુભૂતિ છે એટલે આત્મા તો મુક્ત જ છે. આત્મા બંધાયેલો નથી.
મુમુક્ષુ :- પ્રાયે એટલે કથંચિત્ લેવું ?
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. અહીં તો એમની લખવાની એક પદ્ધતિ છે. પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે એટલે શું ? કે અમારા અનુભવમાં પણ મુક્તભાવ ઘણો છે, મુક્તભાવ ઘણો છે. જે અલ્પ જોડાણ છે એ ઘણું અલ્પ છે. જોડાણ છે એ ઘણું અલ્પ છે. આત્મા તો મુક્ત જ છે. ઘણું કરીને એવો અર્થ થાય છે. પણ એમની એ લખવાની પદ્ધતિ છે. એમની જે શૈલીની જે મૃદુતા છે એને હિસાબે એ શબ્દનો પ્રયોગ થાય છે. મૃદુભાષી બહુ છે.
વીતરાગપરું વિશેષ છે. અવસ્થામાં વીતરાગભાવ વિશેષ છે. “વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ.’ આવ્યું? આ જે વેપાર, ધંધો, કુટુંબ, પરિવાર જેટલી કોઈ પ્રવૃત્તિ કરવી પડે છે (એ) વેઠિયો જેમ મફતમાં વેઠ કાઢે અને વેઠ કાઢે એ કામમાં કાંઈ સક્કરવાર હોય નહિ. કેમકે પરાણે કરવું પડેલું કામ છે. સામે કાંઈ વળતર મળતું નથી. કોઈ જીવને જોકે નથી મળતું, હોં ! (માત્ર) જ્ઞાનીને નહિ જેટલા સંયોગની પાછળ દોડ મૂકીને પડ્યા છે એ બધા વેઠિયાઓ છે. એને કાંઈ મળતું નથી એમ કહે છે. એના આત્મામાં કાંઈ આવતું નથી.
પ્રશ્ન :- વેઠિયા છે કે શેઠિયા છે ?
સમાધાન – માને છે. “ગુરુદેવ’ તો એને મોટા મજૂર કહેતા હતા. મોટા મજૂર છે આ. પેલા મજૂર રેકડું ખેંચે એ છ-સાત કલાકથી વધારે કામ ન કરે. સાંજ પડે એટલે વહેલું બંધ કરી દે. વાણિયા જલ્દી દુકાન બંધ ન કરે. કેમકે એને તો મેળ મેળવવાનું ને ઘણું કામ બાકી હોય. ઉઘરાણીથી માણસ આવવાનો હોય. પૈસા ગણવાના હોય, મેળ મેળવી લેવાનો હોય. એને કલાક બે કલાક બીજી હજી લપ ચાલે. પેલો તો છ-સાડા છ જરાક અંધારું થયું તો ભાઈ હવે કાલ બધું. જેટલું તમારું કામ હોય