________________
પત્રાંક૩૧૭
૧૨૭
લગામ બધી સૌથી નાના (ભાઈના) હાથમાં, એવું નથી હોતું કાંઈ ? એમાં શું કરશો ? અધિયારી ન વહોરવી હોય તો ઘણા રસ્તા છે. અને અધિયારી વહોરવી હોય તો શું કરવા કોઈ બીજા ઉપાધિ કરે ? તમે કરતા હોય તો બીજા શું કરવા કરે ? સીધી વાત છે. આ જોયું છે કે નથી જોયું ? કુટુંબની અંદર બને છે કે નથી બનતું ? કાંઈ મોટો જ કર્તા હર્તા હોય બધે એવું કાંઈ નથી. પણ જેને ઉપાધિ ક૨વી છે એને કોણ રોકે ? અને નથી કરવી તો હજી પરાણે કરાવવાનો પ્રયત્ન થશે પછી બચતા આવડવું જોઈએ કે કેમ એને ઉપાધિથી નીકળવું, એમાં પ્રયત્ન કરવો પડે છે.
એમાં પ્રયત્ન બન્ને રીતે કરવો પડે છે. એક તો પોતાનો રસ છોડવાનો પ્રયત્ન કરવો પડે છે. બીજું Pressure પણ આવે બીજાનું. કેમ તમે આટલું કરતા નથી ? કેમ પ્રમાદ કરો છો ? કેમ કામ કરતા નથી ? કેમ જાતા નથી ? જાવ ક્યાંય, બહારગામ જાવ, ધંધો કરો સરખી રીતે, ફ્લાણું કરો, ઢીકણું કરો. જુઓ ! લોકો ક્યાં જાય છે. છેક યુરોપ, અમેરિકા સુધી પૈસા રળવા જાય છે, જાય છે કે નહિ ? આ દેશ-દેશાવર ખેડે છે કે નહિ ? આ છાપામાં આવે છે ને ભાઈ અમે આટલા આટલા દેશ ફરી આવ્યા, આટલું આટલું ફરી આવ્યા છીએ. તો હવે હજી શું કરવા કરે છે ? પૈસા પચાસ-લાખો રૂપિયા હોય તો પણ પાછા શું કરવા મજૂરી કરે છે ? એક દીનતા આવી ગઈ છે.
મુમુક્ષુ :- નામ કાઢવું છે. પૈસા મુખ્ય વસ્તુ નથી.
પૂજ્ય ભાઈશ્રી :- નામ તો અનંતા સિદ્ધાત્માઓ થયા, અનંતા તીર્થંકરો થયા, વિશેષમાં વિશેષ પુણ્યવાન મનુષ્યો લઈએ તો તીર્થંકર અને ચક્રવર્તી, બેની પ્રકૃતિ સૌથી પુણ્યવંત હોય છે. આ ચોવીસીના પહેલાં ચક્રવર્તી ‘ભરત’ ચક્રવર્તી થયા. ઋષભદેવ’ ભગવાનના સુપુત્ર. ચરમ શીરી તદ્ભવ મોક્ષગામી. ક્ષાયિક સમ્યગ્દર્શન ભગવાનના સમવસરણમાં પ્રાપ્ત કર્યું. છ ખંડ સાધવા ગયા ત્યારે માનુષોત્તર પર્વત ઉપર એનું નામ લખવાની જગ્યા નહોતી.
ચક્રવર્તી છએ છ ખંડ પાર કરી. બધાયને પોતાના કબજામાં લઈ અને છેલ્લો પર્વત આડો આવે પછી મનુષ્ય ત્યાંથી આગળ ન જઈ શકે. ત્યારે ત્યાં ચક્રવર્તી પોતાનું નામ લખે. શેનાથી લખે ? હીરાથી લખે. ખોદાય જાય એટલે જલ્દી ભૂંસાય નહિ. આ નામનો આટલો મોહ હોય છે. ત્યારે એમણે જોયું કે ઓહોહો...! મારી