________________
૧૩૬
ચજહૃદય ભાગ-૫
રાખવું. * મુમુક્ષુ :- બચાવે છે.
પૂજ્ય ભાઈશ્રી :- એને એ દવાની જરૂર છે એમ કહે છે. ગ્રંથો નિરંતર ચિંતન કરવાયોગ્ય છે. વાંચી જવું એમ નહિ. એનું ચિંતન કરવું.
મુમુક્ષુ - એક એક શબ્દ તોળી તોળીને લખ્યો છે.
પૂજ્ય ભાઈશ્રી - એમાં કાંઈ સવાલ નથી. એક એક શબ્દનું ઘણું મૂલ્ય છે! એમાં પણ જેને લખ્યું છે એ જો એની કિમત કરી શકે તો એનો બેડો પાર થઈ જાય. મોટી વાત એ છે. જેને સીધું કીધું છે એ જો એનું મૂલ્ય કરી શકે તો એનો ઉદ્ધાર થઈ જાય. એવી વાત છે. અને એ જ રીતે એના સ્થાનમાં બેસીને કોઈ મુમુક્ષુ વિચારે તો એને પણ એ જ પ્રકારે લાભ થવાનો, લાભ થાય છે. જેને પત્ર લખ્યો છે એ સ્થાનમાં હવે હું મારી જાતને ગોઠવું છું, તો એને લાભ થાય છે.
મુમુક્ષુ - લાભ જ થાય. પૂજ્ય ભાઈશ્રી :- હા. એ તો સીધી વાત છે. લાભ થાય એવી જ વાત છે. સ્વ-પર ઉપકારી વાત છે. આ તો બધો વ્યવહાર છે ને. તીર્થ પ્રવૃત્તિ. આ પત્રથી સત્સંગ થાય છે. પણ સત્સંગ એક તીર્થ પ્રવૃત્તિ છે ને ? તીર્થની, બાહ્ય તીર્થની પ્રવૃત્તિ છે. વ્યવહાર નયનો વિષય છે. પણ વ્યવહાર નયને એક સાથે, વ્યવહાર નયના એક સિક્કાને બે બાજુ છે. એની એક બાજુ એવી છે કે જે ધર્મતીર્થની પ્રવૃત્તિ કરે છે અને એ જ સિક્કાની એક બાજુ એવી છે કે એ વ્યવહાર દ્વારા નિશ્ચયનું નિરૂપણ કરે છે. વ્યવહાર દ્વારા નિશ્ચયનું નિરૂપણ થાય છે અને એ જ વ્યવહાર નય દ્વારા ધર્મતીર્થની પ્રવૃત્તિ થાય છે. એટલે વ્યવહારને વ્યવહારના સ્થાનમાં ઉચિત માનવામાં આવ્યો છે. એનું કારણ આ છે.
મુમુક્ષુ :- વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, નિશ્ચયનું પ્રતિપાદન કરે છે. છે ને ? (“સમયસાર' ની બારમી ગાથા છે.
મુમુક્ષુ - લોકો કહે છે, “ગુરુદેવ' વ્યવહારને ઊડાવે છે. ઊંચામાં ઊંચો વ્યવહાર ગુરુદેવ' નો છે.
પૂજ્ય ભાઈશ્રી - વ્યવહાર એટલી રીતે સ્થાપતા હતા કે જરાક કોઈ વ્યવહાર