________________
પત્રાંક ૩૧૭
૧૨૩
નથી ? ત્યારે એ સાદી વાત ક્યાં ચાલી જાય છે ? અશાતા તો શરીરની પર્યાય `છે, જડની પર્યાય છે. અને મને અશાતા થઈ એમ દેહમાં આત્મબુદ્ધિ થઈ આવે છે. તો એ વાત સ્થૂળ છે કે ગહન છે ? એ વાત ગહન છે. એ રીતે પરિણમન કરવું એમાં ઘણી ગહનતા છે અને પરિણમન થવું જોઈએ. વાત કોઈ વાતને અર્થે નથી, પણ વાતમાંથી ભાવ ઉત્પન્ન થવો જોઈએ. આ ભાવ છે. કહેવામાત્ર એવી વાત નથી. પણ આ ભાવ છે ખરેખર, એમ લાવાનું છે.
મુમુક્ષુ :- સ્થૂળદષ્ટિથી જુદો પડે પણ અંતરદૃષ્ટિથી અને ભાવથી જુદો નથી પડતો.
પૂજ્ય ભાઈશ્રી :- તો પછી પેલી વાત રહી ગઈ શબ્દોમાં. એ તો વાણીવિલાસ થઈ ગયો કે દેહ અને આત્મા ભિન્ન છે. જાઓ. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. એક દ્રવ્ય બીજા (દ્રવ્યનું કાંઈ કરતું નથી). પાછું કો'ક કાંઈક એકાદો શબ્દ કહી દે તો છ મહિના સુધી નીકળે નહી કે છ વર્ષ સુધી નીકળે નહિ. મને આમ કીધું હતું, મને આમ કીધું હતું. બે દ્રવ્યની ભિન્નતા ક્યાં રહી ?
ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે. (જો કે) જેને યથાર્થ બૌધ છે તેને તો સુગમ છે.' ગહન વાત છે તો પણ આ વિષેનો યથાર્થ બોધ છે ભિન્નતાનો યથાર્થ બોધ છે એને તો ઘણી સુગમતા છે. એને કોઈ કઠણ વાત નથી. એને માટે સહજ છે, સરળ છે, સુગમ છે. એ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે.' ‘સોભાગભાઈ’ને લખે છે કે આ વાતનું તમે મનન કરશો તો તમને પણ કેટલોક બોધ આમાંથી મળશે.
આપનું પત્તું ૧... હવે જુઓ ! પત્રની વાત તો પછી કરે છે). સીધો પહેલાં અર્થ શરૂ કર્યો છે. આગળ છ દિવસ પહેલાં એક પદ લખ્યું છે એ પદનો અર્થનો શરૂ કરીને હવે પત્રનો ઉત્તર પત્રની ઢબથી કરે છે. આપનું પત્તું ૧...’ પત્તું એટલે પોસ્ટકાર્ડ. ગઈ પરમે મળ્યું છે.' ગઈ પરમે એટલે ગયે પરમદિવસે. ચિત્ત તો આપને પત્ર લખવાનું રહે છે; પણ જે લખવાનું સૂઝે છે તે એવું સૂઝે છે કે આપને તે વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ.' હજી એ પોતે સમજે છે કે અમારે જે વાત લખવી છે એ વાતનો તમને પરિચય નથી, અમે કેમ લખીએ ? લખવાનું સૂઝે છે પણ જે વાત લખવી છે એ વાતનો તમને પરિચય નથી, એ વિષયથી તમે અપરિચિત