________________
૧૧૮
રાજહૃદય ભાગ-૫ બોલ્યા ? એ આત્મા નથી બોલતો. એ વચનવગણા બોલે છે.
અત્યારે ટેપની અંદર અવાજ આવે છે, તો ટેપનો અવાજ કહેવાય છે. ગુરુદેવ’ તો ક્યાંય સ્વર્ગમાં છે. જો બે વસ્તુ ભિન્ન ન હોત તો તો આ વસ્તુ અહીંયાં રહી ગઈ અને પેલી વસ્તુ ત્યાં સ્વર્ગમાં ચાલી ગઈ એમ ન બની શકત, એ સાથે સાથે ચાલી જ જાત..
કુંભાર અને હાંડલું એક હોત તો હાંડલું ફૂટતા ત્યારે કુંભાર મરી જાત. અને કાં કુંભાર મરી જાત ત્યારે હાંડલું ફૂટી જાત. પણ બેમાંથી એકનો પર્યાય ફેર થતા બીજાને કાંઈ થાતું નથી. માણસ ચાલ્યો જાય છે ને એના અક્ષરવાળા પત્રો રહી જાય છે કે નહિ ? આમના (કૃપાળુદેવના) રહી ગયા છે કે નહિ ? બે વસ્તુ જુદી જુદી છે. એવી વસ્તુસ્થિતિ છે.
એક જીવદ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં અથવા એક પુદગલદ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે....... જીવ જીવના અને ચેતન ચેતનના પરિણામમાં પરિણમે. “ચેતનપરિણામ તે અચેતન પદાર્થને વિષે હોય નહીં. અને અચેતનપરિણામ તે ચેતનપદાર્થને વિષે હોય નહીં. ક્યાંય જોવામાં આવતું નથી એમ કહે છે. ચેતનના પરિણામમાં અચેતન પદાર્થમાં પરિણામ જોવામાં આવતા નથી. અચેતનના પદાર્થમાં ચેતનના પરિણામ જોવામાં આવતા નથી. માટે બે પ્રકારના પરિણામે એક દ્રવ્ય પરિણમે નહિ બે પરિણામને ધારણ કરી શકે નહિ.
આ વનસ્પતિ ચેતન છે ને ! એમ કહે છે. તો એમાં જે આ લીલો રંગ દેખાય છે એ કોઈ જીવ નથી. જે તે રંગનું ફૂલ ખીલે છે એ કોઈ જીવ નથી. રંગ તે જીવ નથી. ફૂલના પરમાણુ તે જીવ નથી. જીવ અંદર અરૂપી છે. બે જુદાં જુદાં છે. એ એનું શરીર છે. વનસ્પતિ છે એ એની કાય છે, એનું શરીર છે. શરીર પુદ્ગલનું છે, એમાં ચેતનપણું નથી. કેમકે અચેતન પદાર્થમાં ચેતનને કોઈ પરિણામ હોતા નથી અને જીવ જે ચેતન છે એમાં લીલો રંગ કે કોઈ રાતો રંગ હોતો નથી. એ અચેતન જ પરિણામ જ એના હોય છે. ચેતનમાં ચેતન પરિણામ હોય છે, અચેતન પરિણામ હોતા નથી. એ રીતે આ પત્રની અંદર બધા પદનો અર્થ કર્યો છે. વિશેષ લેશું...