________________
૧૧૬
રાજહૃદય ભાગ-૫ પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાં પરિણમે એવી જ વસ્તુસ્થિતિ છે એ વસ્તુસ્થિતિનું ઉલ્લંઘન થઈ શકતું નથી. આ જિનેશ્વરનો અભિપ્રાય છે. આ અભિપ્રાયથી જે બહાર છે એ જિનમતની બહાર છે.
સમયસારની એક ગાથા છે. આ કર્તા-કર્મનો જે અધિકાર ચાલ્યો છે એમાં કિક્રિયાવાદી. પ્રિક્રિયાવાદી એટલે એક જીવ પોતાનું અને બીજા જડનું કાર્ય કરે એમ દ્વિીક્રિયાવાદી જેનો અભિપ્રાય છે એ જિનેન્દ્રના મતની બહાર છે. એટલે જૈનમતમાં એ નથી, એ અન્યમતની વાત છે. એમ વિષય ત્યાં ચાલ્યો છે.
હવે બીજી લીટીનો અર્થ કરે છે. પહેલી લીટીમાં શું વાત હતી કે એક પરિણામને સચેતન અને અચેતન એવા બે પદાર્થો ભેગા થઈને ન કરે. પછી એ પરિણામ ચેતન હોય કે એ પરિણામ અચેતન હોય. અથવા જગતમાં એવું કોઈ એક પરિણામ નથી કે જે કેવળ ચેતન, અચેતન ન હોય. કેવળ ચેતન ન હોય કે કેવળ અચેતન ન હોય. એટલે કે મિશ્ર પરિણામ હોય. (કોઈ એમ કહે કે, ભાઈ ! આ એક એવું પરિણામ છે ને કે જેમાં જડ-ચૈતન્યની મિશ્રરૂપ સ્થિતિ છે. એવું એક્કે પરિણામ નથી.
એટલે તો આપણે ક્લાસ ચાલે છે એમાં શિખડાવે છે કે ભૂખ લાગી. ભૂખ લાગી ને ? તો આ ભૂખ લાગી એ કોના પરિણામ છે ? જીવના કે શરીરના, જડના? કોના પરિણામ છે ? કેમકે લાગે છે જ્ઞાનમાં. તો લાગે છે જ્ઞાનમાં એ જીવના પરિણામ છે. લાગવું તે જીવના પરિણામ છે. અને સુધા જેને કહેવામાં આવે છે કે જે આ હોજરીના પરમાણુ ઉષ્ણ પર્યાય પરિણમે છે. જઠરાગ્નિ તીવ્ર થાય છે જેને કહે છે. વૈદિક ભાષામાં વૈદો શું કહે ? કે આની જઠરાગ્નિ અત્યારે બરાબર પ્રદીપ્ત થઈ છે. તો એ પુગલના પરમાણુ છે. તો ભૂખ લાગવી એ મિશ્ર પર્યાય છે ? કે નહિ. જીવની પર્યાય જીવ કરે છે, પુગલની પર્યાય પુદ્ગલ કરે છે. હોજરીના પરમાણુમાં જીવની પર્યાય નથી અને જીવને જે જ્ઞાન થયું કે અહીંયાં ગરમી છે. તરસ લાગે છે, લ્યોને ! અહીંયાં કંઠના પરમાણુ ઉષ્ણ પર્યાયમાં થાય છે. પાણી જાય છે ત્યારે શીતળતા આવે છે. તો જ્ઞાન થયું એ જીવની પર્યાય અને પરમાણમાં ઉષ્ણતા થઈ તે પરમાણની પર્યાય. પરમાણની પર્યાયમાં જીવની પર્યાય નથી. જીવની પર્યાયમાં પરમાણુની પર્યાય નથી. જ્યાં જ્ઞાન થયું ત્યાં હોજરી નથી, હોજરી છે ત્યાં જ્ઞાન થયું નથી. જ્ઞાનમાં હોજરી નથી, હોજરીના પરમાણુમાં જ્ઞાન નથી. પરમાણુ જડ છે એનામાં