________________
૧૧૪
ચજહૃદય ભાગ-૫ છે કે જડ અને ચેતન બંને પદાર્થમાં જે અનંત શક્તિઓ છે એમાં કાર્ય કરવા માટે કાર્ય કરનારી જે શક્તિઓ છે એવી જ શક્તિઓ બન્નેમાં પોતપોતાની છે. કાર્ય કરવા માટે કર્યાશક્તિ, કર્મશક્તિ, સાધન એટલે કરણશક્તિ, સંપ્રદાનશક્તિ, અપાદાનશક્તિ અને અધિકરણશક્તિ છે. જેના આધારે કાર્ય થાય, જેમાંથી કાર્ય થાય, જેને લઈને કાર્ય થાય, જેના વડે કાર્ય થાય, જે પોતે કાર્યરૂપે પરિણમે અને જે પોતે કાર્યના કરૂપે પણ પરિણમે. એ છએ શક્તિ દરેકને પોતાની છે. એ છએ છ શક્તિમાં અનંત સામર્થ્ય છે.
જો જડ ચેતનનું કાર્ય કરે તો કઈ શક્તિએ કઈ શક્તિનું કાર્ય કર્યું ? અને એ વખતે પોતાની આ શક્તિએ કેમ કામ ન કર્યું ? એનો કોઈ જવાબ છે ? આ પ્રશ્ન રામસુરી મહારાજ સાથે પાલિતાણામાં ચાલ્યો હતો. પ્રશ્ન એ હતો કે, “જીવને વિકાર થાય છે એનું કારણ શું?” આટલો પ્રશ્ન હતો. તો કહે, કર્મનો ઉદય. શું ઉત્તર આપ્યો એમણે ? કે કર્મના ઉદયથી જીવને વિકાર થાય છે. એટલે એની સામે આપણે ખુલાસો માગ્યો કે કર્મના ઉદયના છ કારકો (છે). કર્મના પરમાણુઓ પડ્યા હતા એમાંથી વિપાક આવીને ઉદયરૂપ પ્રક્રિયા થઈ. એના છ કારકો અને જીવની વિકારી પર્યાયમાં છ કારકો, જીવના છ કારકો–આ બન્ને કારકોએ એકબીજાના કેવી રીતે કામ કર્યા?
જો આપ આ સમજાવો તો તો કર્મના ઉદયે જીવને વિકાર કરાવ્યો એ વાત નક્કી થાય, સાબિત થાય. અને જો એમ ન થઈ શકે તો કર્મના ઉદયે જીવને વિકાર કર્યો છે એમ સાબિત નથી થતું. છ કારકો. વિજ્ઞાન જ પૂછવું સીધું. તો કહે, જુઓ! સિદ્ધ ભગવાનને એક્કે કર્મ નથી માટે એમને વિકાર નથી થતો. સંસારી જીવને અનંત કર્મ છે. તર્ક કર્યો. વિજ્ઞાનનું સ્પષ્ટીકરણ આપવાને બદલે તર્ક એની સામે લડાવ્યો. તર્કની સામે તર્ક લડાવ્યો. કે આખા જગતના કર્મનો સિદ્ધાલયમાં લઈ જાવ. જેટલા જગતમાં કર્મના પરમાણુ છે એ બધાયને સિદ્ધાલયમાં એક ઠેકાણે ભેગા કરો. સિદ્ધ ભગવાનને વિકાર નહિ થાય. માટે કર્મનો ઉદય વિકાર કરે છે એ વાત તો કારકો સિવાય સિદ્ધિ ન થાય. હવે કારકોના પ્રકરણથી અજાણ્યા હતા. એટલે વિષયાંતર ઉપર સીધા જતા હતા.
બીજો પ્રશ્ન કાઢે. બીજો પ્રશ્ન ચર્ચો. એ પૂરો થાય એટલે એમ કહ્યું કે એ વિષયાંતર થાય છે. આપણે કારકોની વાત ચાલે છે એ પૂરી કરશે. એટલે વળી પાછો બીજો