________________
પત્રાંક-૩૧૭
૧૧૩ વેપારીને બેસાડો, વકીલને બેસાડો, લ્યો ! Advocate ને કોઈને બેસાડો. નહિ બનાવી શકે. ડોક્ટરને બેસાડો. ઇંજેક્ષન મારે ડોક્ટર પણ હાંડલું ઘડી દે ? તો એમ લાગે. કે નહિ આ જીવે અને આ સાધનોએ નક્કી ચોક્કસ પ્રકારે ભેગા મળીને કર્યું છે. સિદ્ધાંત ના પાડે છે. નર સામે દેખાય એવી વાત છે. સિદ્ધાંત ના પાડે છે એટલે સિદ્ધાંત સમજવો, સિદ્ધાંત સ્વીકારવો કઠણ થઈ પડે છે.
જે આમાં મુશ્કેલી છે, કઠિનાઈ છે એ આ જગ્યાએ છે. એટલે નિમિત્તકર્તા તો અનાદિથી જીવની મિથ્યા માન્યતા છે. એ માન્યતા જેની બહુ દઢ થઈ ગઈ છે, છતાં શાસ્ત્ર વાંચીને વિદ્વાન થયા છે એવા લોકો એક પ્રકારની દલીલ કરે છે કે, તમે દઈષ્ટને માનતા નથી. દષ્ટઇષ્ટ એટલે શું ? કે નજરે દેખાય એને તમે માનતા નથી. આ કઈ જાતની તમારી વાત છે ? જે વાત Common sense માં સમજી શકાય એવી વાતની તમે ના પાડી દ્યો છો ? એમ કહે.
અગ્નિ અને પાણી જુદાં જુદાં પરમાણુ છે. લાકડાનો અગ્નિ, છાણાનો અગ્નિ ગમે તે અગ્નિ હોય) અને પાણી. હવે અગ્નિ પાણી ઊનું કરે કે નહિ ? હવે એમાં પૂછવાનો શું સવાલ છે ? એ કાંઈ પૂછવાની વાત છે ? ૩૬૦ દિવસ અગ્નિથી પાણી ઊન થાય છે. સિદ્ધાંત ના પાડે છે. અગ્નિ પાણી ઊનું કરે કે પાણી અગ્નિને ઠારે ? શું કરે ? જે બળવાન હોય એ કામ કરે. આમ નજર સામે દેખાય. છતાં કોઈ પરમાણુ કોઈ પરમાણુનું કામ કરતું નથી.
એક પરમાણુ પોતાની અનંત શક્તિને સંગ્રહ કરીને બેઠેલું છે. એની અનંત પતિમાંથી કોઈ શક્તિને કોઈ બીજા પરમાણુ કે બીજા જીવની શક્તિની જરૂરત નથી. એવું નિર્બળ નથી, જીવ કે પરમાણુ કોઈ એવા નિર્બળ નથી કે પોતાની અનંત શક્તિ સંપન્ન છે કે કોઈને કોઈની જરૂર પડે. પણ જગતમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધો એવા છે કે જે પદાર્થની ભિન્નતાને સ્વીકારવા જ ન દુ. એટલે ગત mતના રસ્તે ચાલે છે અને મોક્ષમાર્ગી જીવો પોતાના રસ્તે ચાલે છે. એ જગતનો રસ્તો છોડી દે છે. આનું કારણ આ છે કે બન્નેના રસ્તા જુદાં જુદાં છે. કોઈ કોઈના રસ્તે કોઈ ચાલતા નથી.
શું કહ્યું અહીંયાં ? “ચેતન અચેતન એ બે પ્રકારનાં પરિણામ તો અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં. બે દ્રવ્ય ભેગા થઈને એક કામ કરે એવું ક્યારેય બની શકે નહિ. એનું તો વિજ્ઞાન છે. બહુ સુંદર વિજ્ઞાન