________________
પત્રાંક-૩૧૭
૧૧૧ હવે ૩૧૭ લઈએ. હવે પત્રની અંદર એક એક લીટીનો અર્થ શ્રીમદ્જી પોતે કરે છે. છ દિવસ પછી એ પત્ર લખ્યો છે. પોષ વદ ત્રીજે એ પદ લખી નાખ્યું. પોષ વદ નોમે એક એક લીટીનો અર્થ કરીને પત્રમાં સ્પષ્ટીકરણ આપે છે.
“એક પરિનામકે ન કરતા દરવ દોઈ, વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે.' વસ્તુ પોતાના દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ છોડીને બહાર જઈને પરિણમન કરી શકે નહિ. વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ એટલે સિદ્ધાંત છે, એવી વસ્તુસ્થિતિ છે. પોતાનું સ્વરૂપ એટલે પોતાનું દ્રવ્ય, પોતાનું ક્ષેત્ર, પોતાનો કાળ, પોતાનો ભાવ. આની બહાર ન જઈ શકે.
“જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન) સ્વરૂપ છે. જીવનું મુખ્ય પરિણમન શું છે ? જ્ઞાન અથવા ચૈતન્ય. અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. આ સંક્ષેપમાં લીધું. અનેક ગુણોના પેટા ભેદ...ભેદ લેવાને બદલે જડ અને ચેતન લીધા). ચેતન ચેતનપણે પરિણમે. જડ જડપણે પરિણમે. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં અને જડનું જડત્વપરિણામ તે કોઈ દિવસે ચેતનપરિણામે પરિણમે નહીં? હવે જો જીવ જડ પરિણામે ન પરિણમે તો શરીરથી માંડીને, આહારથી માંડીને પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગની બધી ક્રિયાઓમાં ચેતન પરિણમ્યું કે જડ પરિણમ્યું ? કે જડની ક્રિયામાં જડ પરિણમ્યું છે, ચેતન પરિણમ્યું નથી.
એવી વસ્તુની મર્યાદા છેઆ મર્યાદા તોડીને, આ મર્યાદાથી આગળ વધીને કોઈ પદાર્થ કાર્ય કરી શકતા જ નથી. કોઈ ઇચ્છે, કોઈ ન ઇચ્છે, કોઈ માને, કોઈ ન માને એની સાથે પદાર્થ બંધાયેલો નથી. એમ આપણે કહે છે ને કે ભાઈ ! તમે કાયદો તોડો છે એટલે કાંઈ કાયદો તૂટી જતો નથી. કાયદો તોડવાનો અપરાધ તમને થાય છે. તમે કાયદા પ્રમાણે નથી વર્તતા તો કાયદો તોડવાનો અપરાધ તમને થાય છે, પણ એથી કાંઈ કાનૂન તૂટતો નથી.
એમ પદાર્થની જે મર્યાદા છે એ ન સ્વીકારવામાં આવે. માટે એ પદાથે પોતાની મર્યાદાને તોડીને આગળ કામ કરે છે. એવું બનતું નથી, બની શકતું નથી. તો કહે પણ ભલે ન બને, અમારે તો એમ જ કરવું છે. અમારે તો જડના કાર્યો કરવા છે.