________________
૧૧૨
ચજહૃદય ભાગ-૫ અમારે તો જગતના બધા કાર્યો કરવા છે, ભલે ન થઈ શકતા હોય. તો કહે છે, દુખી થઈશ, બીજું કાંઈ નહીં થાય. એનું ફળ શું આવશે ? દુઃખ થવું એ આવશે. જે નથી થઈ શકતું એ કરવા ધારે તો દુઃખી થાય, બીજું કાંઈ થાય નહિ એમ છે. એ રીતે તે કોઈ દિવસે ચેતનપરિણામે પરિણમે નહિ; એવી વસ્તુની મર્યાદા છે' એમ કોઈ દિવસ તો થાય ને કોઈ કાળે તો થાય ને ? અમુક પરિસ્થિતિમાં તો થાય ને ? તો કહે છે, નહિ. આ સિદ્ધાંત ત્રણે કાળે અબાધિત છે. એને કોઈ તોડી શકતું નથી.
“અને ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તો અનુભવસિદ્ધ છે.' હવે વાતને અનુભવ ઉપર લઈ ગયા. જુઓ ! સ્પષ્ટીકરણમાં આ વિશેષતા છે. ખાલી વાત મૂકી દેતા નથી કે આ આમ છે ને આ આમ છે. હવે કહે છે, તમારા અનુભવને તપાસો કે ચેતનપણે પરિણામ છે અને જડપણે પરિણામ છે. બે પ્રકારના પરિણામ દેખાય છે કે નથી દેખાતા ? ચેતનનું જ્ઞાનરૂપ પરિણામ અનુભવગોચર થાય છે ? અનુભવગોચર થાય છે. અનેક જડ પદાર્થોના પરિણામો અનુભવગોચર થાય છે? અનુભવગોચર થાય છે. મરચું તીખું હોય છે, ગોળ ગળ્યો હોય છે, સોનું પીળું હોય છે, માટી માટી રૂપે છે. આ બધા અચેતન પરિણામો અનુભવગોચર થાય છે. - તેમાંનું એક પરિણામ એ દ્રવ્ય મળીને કરી શકે નહીં. કોઈ એક પરિણામને બે દ્રવ્ય ભેગા થઈને કરી શકે નહિ. ચાકડા ઉપર માટીનો પીંડ મૂકી અને કુંભાર ઘડો બનાવે છે, શકોરું રામપાત્ર બનાવે છે, કૂંડું બનાવે છે એમ) અનેક જાતના માટીના વાસણો બને છે. તો કુંભારનો જીવ, કુંભારનું શરીર, ચાકડો, માટી આ બધું ભેગું મળી જીવ, જડ ભેગા મળીને એક વાસણ બન્યું કે ન બન્યું ? સ્થૂળ દૃષ્ટિથી જોવામાં આવે તો કુંભારનો જીવ ન હોત તો આ બધા જડ પદાર્થો, માટીના ઢગલામાંથી માટીનું વાસણ ન બન્યું હોત, સ્થૂળ દૃષ્ટિથી એમ લાગે. માટે બે જણાએ થઈને જીવ અને જડે ભેગા મળીને આ બનાવ્યું.
વળી જ્યારે ઇચ્છે ત્યારે હાંડલું બનાવે, જ્યારે ઇચ્છે ત્યારે રામપાત્ર બનાવે. કુંભાર એની ઇચ્છા પ્રમાણે બનાવે. માટીનો પીંડલો તો પીંડલો છે. ચાકડા ઉપર મૂક્યો. હવે એ જેવી રીતે એના ઇચ્છા અને હાથની ક્રિયાને કરે એવી રીતે વાસણ થાય છે. પાછો કુંભાર કરી શકે અને બીજો માણસ નથી કરી શકતો. એ જગ્યાએ વાણિયાના