________________
વિત્રીક-૩૧૭
૧૧૫ પ્રશ્ન કાઢે એમાંથી. બીજું વિષયાંતર કરે. આઠ વખત એક કલાકમાં આવું થયું. ખ્યાલ તો આવી ગયો કે મૂળ પ્રશ્નને અડતા નથી. આવું બધું થયું.
જૈનદર્શનનું જે વિજ્ઞાન છે–વસ્તુવિજ્ઞાન છે, દ્રવ્યાનુયોગ છે એના સિદ્ધાંતો સમજવા કઠણ પડે એવી વાત છે. કેમકે શાસ્ત્ર પણ એ જ પદ્ધતિથી જૈનો, જૈનના સાધકો જે કહેવાય છે એ બધા એમ જ અર્થ કરે છે. જે જગતમાં એક દ્રવ્યની ક્રિયા બીજું દ્રવ્ય કરે છે એ જે મિથ્યાત્વ સહિતની સમજણ છે એ અજ્ઞાન રાખીને એ જ પ્રકારે બધું સમજે છે. કે જીવને કેમ રોગ થાય ? તો કહે, કર્મનો ઉદય આવે તો રાગ થાય. ક્રોધની પ્રકૃતિનો ઉદય આવે ત્યારે જીવને ક્રોધ થાય છે અને લોભની પ્રકૃતિનો ઉદય આવે ત્યારે જીવને લોભ થાય છે. માયાની પ્રકૃતિના ઉદયમાં જીવ માયાચારના પરિણામ કરે છે, તો એનો અર્થ એ થયો કે જેવો કર્મનો ઉદય આવે છે એવા જ જીવ પરિણામ કરે છે. એટલે એ જ દૃષ્ટિએ સમજે છે કે એક પદાર્થનું પરિણામ બીજા પદાર્થના પરિણામ ઉપર અસર કરે છે.
ગળપણ જોઈને ખાવાની ઇચ્છા થઈ. તો ગળપણ-મીઠાઈ છે એ નિમિત્ત પડી. જીવની ઇચ્છામાં મીઠઈ નિમિત્ત થઈ. પણ જીવને મીઠાઈએ શું કર્યું ? તો આરોપ નાખે કે મીઠાઈ ન આવી હોત તો મને કાંઈ ઈચ્છા નહોતી થવાની, મીઠાઈ આવી એટલે મને ઇચ્છા થઈ ગઈ. વાત ખોટી છે તારી. મીઠાઈના પરમાણુ બિચારા નિર્દોષ છે, એને કાંઈ ખબર નથી. તારો અપરાધ તું સ્વયમેવ તારી મેળે કરે છો એ વાતને તે વિચારતો નથી. એ વાતને એ રીતે જીવ વિચારતો નથી.
એ રીતે અહીંયાં એમ કહેવું છે કે, એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહિ. “અર્થાતુ જીવ અને જડ મળી કેવળ ચેતનપરિણામે પરિણમી શકે નહીં. અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ અને જડ મળીને એક ચેતનપરિણામે પણ ન પરિણમે, એક અચેતન પરિણામે પણ ન પરિણમી શકે. કેમકે સિદ્ધાંત એવો. છે કે એક પરિણામ બે દ્રવ્ય કત હોઈ શકતા નથી.
જીવ ચેતનપરિણામે પરિણમે અને જડ અચેતનપરિણામે પરિણમે. એવી વસ્તુસ્થિતિ છે. માટે જિન કહે છે કે, અહીંયાં પાછા જિનેશ્વરને નાખ્યા. માટે જિન કહે કે, એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહિ. જે જે દ્રવ્ય છે તે તે પોતાની સ્થિતિમાં જ હોય અને પોતાના સ્વભાવમાં પરિણમે.”