________________
પત્રક-૩૧૭
૧૧૭ જ્ઞાન હોઈ શકે નહિ. આવી ભિન્ન ભિન્ન પરિસ્થિતિ છે, એમ જિનદેવ કહે છે. અહીંયાં એ વાત નાખી છે કે આવી રીતે જિન કહે છે અને જેમ જિનેન્દ્ર કહે છે તેમ સ્વીકારવું જોઈએ. માટે જિન કહે છે. આમ જિન કહે છે. બે રીતે વાત નાખી. એક વસ્તુનું વિજ્ઞાન છે અને જિનેન્દ્રદેવે એ વિજ્ઞાન જાણીને પોતાની દિવ્યધ્વનિની અંદર પ્રસિદ્ધ કરેલું છે.
લોકો કહે છે, લોકો માને છે જો એમ વસ્તુસ્થિતિ હોય તો જિનેન્દ્રનો મત અને એ બે મત એક થઈ જાય છે. લોકોનો મત અને જિનેન્દ્રનો મત બન્ને એક થઈ જાય છે. લોકો માને છે એમ તો સંસાર ચાલે છે. જિનેન્દ્ર માને છે એમ મોક્ષ થાય છે. સંસાર થાય છે અને મોક્ષ થાય છે, બે વિરુદ્ધ કાર્ય થાય છે. સંસાર થાય છે ત્યાં મોક્ષ નથી થતો, મોક્ષ થાય છે ત્યાં સંસાર નથી થતો. - હવે બીજી લીટીનો અર્થ કરે છે. “દોઈ પરિનામ એક દર્વ ન ધરત હૈ હવે બે પરિણામ છે એ એક દ્રવ્ય. ન કરે. તેમજ એક દ્રવ્ય બે પરિણામે પરિણમી શકે નહીં જીવ જ્યારે જ્ઞાનરૂપે પરિણમે કે ઇચ્છારૂપે પરિણમે ત્યારે તે બીજા જડના કાર્યના રૂપે પણ સાથે સાથે પરિણમી જાય એવું બની શકતું નથી. એવી વસ્તુસ્થિતિ છે. આ પણ વસ્તુસ્થિતિ છે કે એક દ્રવ્ય પોતાના જ એક પરિણામે પરિણમે. પોતાના અને બીજાના બીજા દ્રવ્યના પરિણામે પણ પોતે પરિણમે એવી ક્યાંય વસ્તુસ્થિતિ નથી.
મુમુક્ષુ – એક જ્ઞાનથી કરે અને એક ઇચ્છાથી કરે...
પૂજ્ય ભાઈશ્રી :- ઈ પણ બને એના જ જુદાં જુદાં ગુણના પરિણામ છે. એક જ્ઞાનગુણના અને એક ચારિત્રગુણના. એટલે એ જીવનું જ પરિણામ છે, એમ. પણ બોલવાની ઈચ્છા કરે માટે જીવ બોલવાની ઇચ્છાના પરિણામને પણ કરે અને વચનવર્ગણાના પરિણામને પણ જીવ કરે એમ ન કરી શકે, એમ કહેવું છે. એવી વસ્તુસ્થિતિ છે.
એટલે તો “ગુરુદેવ’ પ્રવચન આપતા આપતા કહેતા ને કે “આત્મા બોલી શકતો નથી. કેમકે આત્મા ચેતન છે અને બોલવાના જે શબ્દો છે એ વચનવર્ગણા અચેતનના પર્યાયો છે. આત્મા બોલી શકતો નથી એમ કહે અને પછી કહે કે લોકો તો એમ કહે છે કે તમે એક કલાક સુધી બોલ બોલ કરો છો અને પાછા કહો છો કે આત્મા બોલી શકતો નથી. એક કલાક તો તમે પ્રવચન આપ્યું. એક કલાક બોલ્યા કે ન