________________
૧૧૦
ચજહૃદય ભાગ-૫
કાવ્યક્તનો કહેવાનો હેતુ એમ છે કે, જો આમ તમે વસ્તુસ્થિતિ છે છે. સમજો તો તો જડને વિષેનો જે સ્વસ્વરૂપભાવ છે તે મટે, અને પર રવસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે. ઘણી ગહન વાતને અહીં ટૂંકમાં લખી છે. જો કે, ને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે.
એ વાતને ઘણી વાર મનન કરવાથી કેટલોક બોધ થઈ શકશે.
આપનું પતું ૧ ગઈ પરમે મળ્યું છે. ચિત્ત તો આપને પત્ર લખવાનું રહે છે; પણ જે લખવાનું સૂઝે છે તે એવું સૂઝે છે કે આપને તે વાતનો ઘણા વખત સુધી પરિચય થવો જોઈએ અને તે વિશેષ ગહન હોય છે. સિવાય લખવાનું સૂઝતું નથી. અથવા લખવામાં મન રહેતું નથી. બાકી તો નિત્ય સમાગમને ઇચ્છીએ છીએ..
પ્રસંગોપાત્ત કંઈ જ્ઞાનવાત લખશો. આજીવિકાના દુખને માટે આપ લખો છો તે સત્ય છે.
ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ છીએ. બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. જગતથી બહુ ઉદાસ થઈ ગયા છીએ. વસ્તીથી કંટાળી ગયા છીએ. દશા કોઈને જણાવી શકતા નથી. જણાવીએ તેવો સત્સંગ નથી, મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ. એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા છે, એમ રહે છે. લોકપરિચય ગમતો નથી. જગતમાં સાતું નથી.
વધારે શું લખીએ ? જાણો છો. અત્રે સમાગમ હો એમ તો ઇચ્છીએ. એ છીએ, તથાપિ કરેલાં કર્મ નિર્જરવાનું છે એટલે ઉપાય નથી.
લિ. યથાર્થ બોધસ્વરૂપના ય.