________________
૧૦૮
રાજહૃદય ભાગ ૫
પત્રાંક-૩૧૭
મુંબઈ, પોષ વદ ૯, રવિ, ૧૯૪૮ એક પરિનામકે ન કરતા દરવ દોઈ,
વસ્તુ પોતાના સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડરૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન) સ્વરૂપ છે; અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતનપરિણામ તે કોઈ પ્રકારે ડ થઈને પરિણમે નહીં, અને જડનું જડત્વપરિણામ તે કોઈ દિવસે ચેતનપરિણામે પરિણમે નહીં; એવી વસ્તુની મર્યાદા છે; અને ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તો અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં; અર્થાત્ જીવ અને જડ મળી કેવળ ચેતનપરિણામે પરિણમી શકે નહીં. અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતનપરિણામે પરિણમે અને જડ અચેતનપરિણામે પરિણમે, એમ વસ્તુસ્થિતિ છે; માટે જિન કહે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે તે પોતાની સ્થિતિમાં જ હોય, અને પોતાના સ્વભાવમાં પરિણમે.
દોઈ પરિનામ એક દર્દ ન ધરતુ હૈ;
તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં, એવી વસ્તુસ્થિતિ છે. એક જીવદ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં, અથવા એક પુદ્ગલદ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતે પોતાના જ પરિણામમાં પરિણમે. ચેતનપરિણામ તે અચેતન પદાર્થને વિષે હોય નહીં, અને અચેતનપરિણામ તે ચેતનપદાર્થને વિષે હોય નહીં; માટે બે પ્રકારનાં