________________
પત્રાંક-૩૧૬
૧૦૭ મારી છે, એને બહુ માર્યો છે. પણ સર્પ અંદર એમ ને એમ જીવતો જ છે. એમ મમત્ત્વનો સર્પ ઊભો રહે છે અને બહાર લાકડી માર્યા કરે છે. આ છોડી દ્યો. આ છોડી દ્યો... આ છોડી દ્યો. અંદર રસ એમનેમ પડ્યો છે, મમત્વનો ભાવ એમને એમ પડ્યો છે. કેમકે મારા છે ને મેં છોડ્યા, મારા પૈસા મેં દાનમાં આપ્યા, મારા આહારના પરમાણુ હોવા છતા મેં ગ્રહણ ન કર્યા. એટલે અસતુ–પોતામાં સતું નથી. સતુ એટલે હોવાપણે. પોતામાં નથી એવા પદાર્થને વિષે અહમ્પણું કરી લીધું. એને અસક્રિયાનું અભિમાન કહે છે. એટલે દ્રવ્યાનુયોગ સમજ્યા વિના ઉપદેશને અનુસરવા જાય તો અનુસરતા અનુસરતા ગૃહીત મિથ્યાત્વનું પાપ અને અહંતા આદિનો અવગુણ, એ અવગુણો ઉત્પન થયા વિના રહે નહિ. આ પરિસ્થિતિ છે.
લોકો સમન્વય કરે છે. જુઓ ! જૈનધર્મની અંદર જે ત્યાગીઓ, મુનિઓ છે એ પંચ મહાવ્રત પાળે છે. તો બૌદ્ધ ધર્મની અંદર પાંચ યમ છે. અહીંયાં પાંચ મહાવ્રત છે તો ત્યાં પાંચ યમ છે. આનું કાર્ય તો બધા ધર્મની અંદર છે. ભાઈ ! બહુ મોટો ફેર છે. એની પાસે વસ્તુનું વિજ્ઞાન નથી અને વિજ્ઞાનને આધારિત એનું અનુસરણ. નથી.
અહીંયાં વસ્તુવિજ્ઞાનને પાયામાં રાખીને એના આશ્રયે–એના આધારે–એનું અનુસરણ છે. એમ આચરણ આચરણમાં ઉત્તર-દક્ષિણનો તફાવત છે. એનો સમન્વય કોઈ નથી કરતું. એ અંદરનો વિષય છે. બાહ્યદૃષ્ટિથી માત્ર બાહ્યક્રિયાની સરખામણી કરે છે. અંદરના પરિણામને, વિજ્ઞાનને કોઈ સમજતું નથી. એટલે જૈનદર્શનમાં પાયામાંથી જ દ્રવ્યાનુયોગની શરૂઆત કરવામાં આવે છે. પછી સમ્યગ્દર્શન થાય છે, પછી સમ્યફજ્ઞાન થાય છે અને સમ્યફચારિત્ર થાય છે.
મુમુક્ષુ - દ્રવ્ય એટલે એ
પૂજ્ય ભાઈશ્રી - દ્રવ્ય એટલે પદાર્થ. એનો અનુયોગ એટલે એની વિચારણા. એના ભેદ-પ્રભેદોની વિચારણા, એના વિજ્ઞાનની વિચારણા, એના ગુણધર્મોની પરિસ્થિતિનો બયાન, એને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે છે.