________________
૧૦૬
ચજહૃદય ભાગ-૫
આવે છે કે, “જીવ અને પુદ્ગલ સ્વયે ગતિમાન થાય ત્યારે જે નિમિત્ત થાય તેવા દ્રવ્યને, ગતિમાં નિમિત્ત પડે એવા દ્રવ્યને ધમસ્તિકાય કહે છે. જીવ અને પુદ્ગલ, ગતિમાન એવા જીવ અને પુદ્ગલ સ્વયં સ્થિર થાય ત્યારે સ્થિરતાને નિમિત્ત અધમસ્તિકાય થાય છે. એમ એની વ્યાખ્યા એ પ્રકારની છે.
મુમુક્ષુ -
પૂજ્ય ભાઈશ્રી - હા, છોડાવે છે ને. એ ઈશ્વરકતમાં આવી ગયા છે એટલે હવે હાથમાં સિદ્ધાંતબોધ લીધો છે. એટલે હવે (કહે છે). પરિસ્થિતિ આ છે. આ જૈનદર્શનની વસ્તુસ્થિતિને દર્શાવતો આ એક દ્રવ્યાનુયોગનો આખો વિષય છે અને સિદ્ધાંતનો એ પાયાનો વિષય છે.
જ્યાં સુધી દ્રવ્યાનુયોગના સિદ્ધાંતને ન સમજે ત્યાં સુધી ઉપદેશબોધમાં ટકી નહિ શકે. ઉપદેશબોધ ક્ષણજીવી નિવડશે. બીજું, કે ત્યાં સુધી ઉપદેશબોધને એકાંતે અનુસરવા જાય તો પર દ્રવ્યનું એટલે અસત્ ક્રિયાનું અહમ્પણું ઉત્પન્ન થયા વિના નહિ રહે. જેમકે એક માણસ ધર્મબુદ્ધિથી ઉપવાસ કરે છે. રોગ થાય, તાવ આવે અને લાંઘણ કરવી પડે એમ નહિ. ધર્મબુદ્ધિથી ઉપવાસ કરે છે કે, મારે આજે આહાર નથી લેવો. હવે જો એને દ્રવ્યાનુયોગના સિદ્ધાંતનું જ્ઞાન નથી કે જીવ પુદ્ગલના પરમાણુ ઉપર કોઈ અધિકાર રાખી શકતો નથી, એની કોઈ ક્રિયા પોતે કરી શકતો નથી. તો મેં આહારનો ત્યાગ કર્યો એવો અધિકાર આહારના પરમાણુ ઉપર એનો આવ્યા. રહેશે નહિ. કે મારા ઘરમાં આહારના ચોખા, દાળ, લોટ બધું હતું છતા મેં આહાર ન કર્યો. ઘરમાં બીજા માણસો માટે રસોઈ કરી હતી છતાં મેં આહાર ન લીધો, મેં ગ્રહણ ન કર્યો. એ પ્રકારનો પુદ્ગલ પર્યાય ઉપરનો પોતાનો જે અધિકાર, એ અધિકાર નહિ છોડી શકે. મેં છોડ્યું, મારું હતું ને છોડ્યું. એમ લેશે. હવે ત્યાગ તો મમત્વ છોડવા માટે છે. ત્યાગ શું કરવા કરાવે છે ? કે મમત્વના ત્યાગ અર્થે પદાર્થોનો ત્યાગ છે.
જે જીવ) નિમિત્તોને માત્ર જ છોડે છે, એ શું કરે છે ? કે સર્પને મારવા માટે સર્પના દર ઉપર લાકડી માર્યા કરે છે અને રાજી થાય છે કે મેં આજ તો સર્પના દર ઉપર એટલી બધી લાકડી મારી છે ને કે હવે સર્પ કરડવા નહિ આવે. સર્પ દરમાં ચાલ્યો ગયો, લાકડી મારી દર ઉપર. હવે મને સર્પ નહિ કરડે. કેમકે મેં બહુ લાકડી