________________
૧૦૪
રાજહૃદય ભાગ-૫
Negative ને કાંઈ ખબર નથી. Negative ના પરમાણુને કાંઈ ખબર નથી Positive ના પરમાણુ કેમ પરિણમે છે. આવું છે. એટલે કારણ નિમિત્ત અપેક્ષાએ કહેવામાત્ર છે. ખરેખર નથી એટલા માટે કે એ પરિણમતા નથી. એ દ્રવ્યો એ રીતે પરિણમતા નથી. એ પરમાણુ દ્રવ્ય છે એનું એ પરિણમન નથી, એ ભિન્ન દ્રવ્યનું પરિણમન છે. આ વાત જગતને ગળે ન ઊતરે એવી છે. કેમકે જગતમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધે એટલા બધા કાર્યો થાય છે કે આખા જગતનો વ્યવહાર એના ઉપર ચાલે છે. આખા જગતનો વ્યવહાર જ એના ઉપર, સંસારનો વ્યવહાર એના ઉપર ચાલે છે. અને આખા સંસારને ઊથલાવી નાખે એવી આ વાત છે અને સંસારને ઊથલાવ્યા વિના મોક્ષ થાય એવું નથી. સંસાર પણ રહે અને મોક્ષ પણ રહે એમ બે વાત બને એવું નથી. બન્ને વિપરીત છે.
મુમુક્ષુ :
પૂજ્ય ભાઈશ્રી :– એ તો કો'કવાર જીવ હોયને (તોપણ) નથી ફરતી, તો શું કરો ? ફેરવવી હોય તોપણ ન ફરે તો શું કરો ? થાય છે ને એવા રોગ થાય છે. પોતે આંખની પાંપણ ન ચલવી શકે, કીકી ન ચલવી શકે, કાંઈ નહિ, ડોળા ફાટ્યા રહે. જીવતો હોય માણસ, કાંઈ ન થાય.
...
મુમુક્ષુ :
રોગનું કારણ જાણીને તો માણસ ...
પૂજ્ય ભાઈશ્રી :– ભલે રોગનું કારણ જાણવું. પણ જીવ છે અને નથી કરી શકતો એ વાત તો સાબિત થાય છે કે નહિ ? Point એટલો છે કે જીવ કરી શકે કે ન કરી શકે ? રોગ-નીરોગતા તો બીજી વાત છે. જીવ નથી કરી શકતો એ હકીકત છે કે નહિ ? એટલી વાત છે.
મુમુક્ષુ – Paralysisમાં જીવ હોય છતાં ન કરી શકે.
પૂજ્ય ભાઈશ્રી :- આ હાથ-પગ ખોટા પડે છે કે નહિ ? પોતાના હાથ-પગને
બોલના. બોલવું છે પણ ભાઈ
નથી ચલાવી શકતો, બોલી નથી શકતો. લવા વળે બોલી શકતા નથી. વાણી કરી શકતો હોય તો શા માટે નથી બોલી શકતો ? અને આ કોર્ટમાં જુબાની દે છે ત્યાં તો રોગનું બહાનું કાઢો છો કે મારે બોલવું હતું આમ ને બોલાઈ ગયું આમ. શું કહે ? અથવા મારે જે કહેવું હતું એ હું રજુ ન કરી શક્યો