________________
પત્રક-૩૧૬
૧૦૫ એ હું કબૂલ કરું છું. એમ કહે છે કે નથી કહેતા ? અથવા બોલવું નહોતું જોઈતું એ બોલાઈ ગયું. આ બધું બને છે કે નથી બનતું ? કેમ એમ થાય છે ? (કેમકે) સ્વતંત્ર છે.
જો જીવ વાણી કરી શકતો હોય તો સારામાં સારો વક્તા છે એવા બધા જ થઈ શકે. એક વક્તા બહુ સારો છે સારામાં સારું એકદમ સુંદર વક્તવ્ય આપી શકે છે, તો એવું બધા કેમ ન આપી શકે ? બીજા કેમ એમ નથી કરી શકતા ? કરી શકતા હોય તો બધા કરે. પણ એ એક સ્વતંત્ર પરિણમન છે. એ એના જીવના અધિકારનો વિષય નથી તો વળી બીજાના અધિકારના વિષયનો તો પ્રશ્ન રહેતો નથી.
મુમુક્ષુ :- Treatmentના તો ઘણા ભાવ છે પણ ઘણાને નથી થતું.
પૂજ્ય ભાઈશ્રી :- દવા નથી લાગુ પડતી. ડોક્ટર એમ કહે કે આ દવા આ રોગ ઉપર અક્સિર સાબિત થયેલી છે. હજારો રોગ મટ્યા છે. તમને નથી મટતો, ભાઈ ! અમે કબૂલ કરીએ છીએ કે તમને આ દવા લાગુ નથી પડતી. શું કરવા નથી લાગુ પડતી ? એનું કોઈ કારણ નથી. સ્વતંત્ર પરિણમન છે. આ લ્યો ને માણસ લખે છે ને ? તો કોને પોતાના અક્ષર સારા નથી રાખવા ? કોઈ ઈચ્છે છે કે મારા અક્ષર ખરાબ હોય ? કેમ સારા નથી કરી શકતા ? બધાયના અક્ષર જુદાં જુદાં. એકનો બીજા સાથે મેળ ન ખાય. કરવા જાય તોપણ એની સહી ન કરી શકે. કરી શકતો હોય તો તો બધું કરે. પણ) કરી શકાતું નથી. એવા તો હજારો દાખલા છે કે નથી કરી શકાતું. પણ પેલા જે સંયોગિક નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જે કાર્યો થાય છે એ મુખ્ય થાય તો આ વસ્તુ માણસ સ્વીકારી ન શકે. આ વસ્તુ સ્વીકારે તો તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધનું યથાર્થ જ્ઞાન થાય. પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધને કર્તા-કર્મ સંબંધ તરીકે સ્વીકારી લીધો છે, પહેલેથી અણસમજણથી જ સ્વીકારી લીધો છે, એ કર્તા-કર્મપણાનો અભિપ્રાય ન છૂટે તો એને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સમજાતો નથી. ભિન્નતા સમજે તો એને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સમજાય એટલી વાત છે.
મુમુક્ષુ :- ... ધમસ્તિકાય નિમિત્ત કારણ છે ? મૂળ કારણ નથી ?
પૂજ્ય ભાઈશ્રી :- હા. મૂળ કારણ નથી. એ સ્વયં ઊડે તો. નહોતું ઊડવું ત્યારે ધમસ્તિકાય નહોતું ? કેમ એને ઉડાડ્યું નહિ ? એટલે ધમસ્તિકાયની વ્યાખ્યા એમ