________________
પત્રાંક-૩૧૬
- ૧૦૩ મુમુક્ષ - એક કારણના અનેક કારણ હોય છે, શાસ્ત્રમાં એમ આવે છે.
પૂજ્ય ભાઈશ્રી - નિમિત્ત અપેક્ષાએ એને કારણનો ઉપચાર કરાય છે. પણ શાસ્ત્રમાં બન્ને વાત આવી કે, એક દ્રવ્ય બીજા દ્રવ્યની ક્રિયા કે પરિણામ ન કરે અને શાસ્ત્રમાં બીજી વાત આવી, જે તદ્દન વિરુદ્ધ લાગે કે એકના કારણમાં બીજું કારણ છે, એકના કાર્યમાં બીજું કારણ છે. અનેક કારણમાં. આપણે એમ લ્યો ને કે જ્યારે ભૂખ લાગી હતી ત્યારે આહાર લેવાની ક્રિયા થઈ. ભૂખ નહોતી લાગી
ત્યાં સુધી આહાર લેવાની ક્રિયા નહોતી થતી. જીવ કારણ ખરો કે નહિ? નિમિત્ત કારણ કહી શકાય, ખરેખર કારણ નહિ. નિમિત્ત કારણનો અર્થ કે ખરેખર કારણ નહિ. આમ લેવું. | ફોટો પડે છે કે માણસનો ? કેમેરામાં ફોટો પડે છે કે નહિ ? જેવો માણસ હોય એવી જ બરાબર એની મુખાકૃતિ આવે છે. બરાબર છે ? ડાઘ હોય તો ડાઘ આવે. તલ હોય તો તલ આવે. બરાબર ? જેવા હોઠ હોય, જેવું નાક હોય, જેવી આંખ હોય, એવો ચહેરો, મહોરો જે પ્રકારે હોય બરાબર એવું સામે થઈ જાય છે. એ બધું ચિતરામણ પુગલનું છે કે નહિ ? જેનો ફોટો પાડ્યો એણે શું કર્યું ? કાંઈ નથી કર્યું ? કારણ ખરો કે નહિ ? એ ફોટામાં જેનો ફોટો લીધો એ કારણ ખરું કે નહિ ? એણે કાંઈ કર્યું તો નથી જ. એ તો નક્કી વાત છે. એને ખબર પણ નથી. ફોટો પાડે તો ખબર પડે એવું કાંઈ નથી. બરાબર ? એ કારણ ખરું કે નહિ ?
જો તમે કારણની સદંતર ના પાડો તો એમાં એનો જ ફોટો કેમ આવ્યો અને બીજાનો ન આવ્યો ? તો ફોટો તમારો પાડે અને મારું મોઢું આવવું જોઈએ. કારણ કે તમે કારણ નથી એના. એમ નહિ થાય. તમારા ફોટામાં નિમિત્ત અપેક્ષાએ તમે જ કારણ છો અને હું કારણ નથી. છતાં તમે કાંઈ કર્યું નથી. અંદરની ફિલ્મ ઉપર અને એ ફિલ્મ ઉપરથી કાગળ ઉપર Positive કાઢી. કચકડાની ફિલ્મ ઉપર તો Negative આવી અને એના ઉપરથી કાગળ ઉપર Positive આવ્યું. એમાં તમે કાંઈ કર્યું નથી. તમે ક્યાંય ફરો છો અને ક્રિયા ક્યાંય થાય છે. કાંઈ લેવા દેવા ખરી ?
મુમુક્ષુ :- Negative નો અસર Positive ઉપર આવે છે. પૂજ્ય ભાઈશ્રી - Negative નો અસર પણ Positive ઉપર નહિ એમ કહે.