________________
૧૦૧
પત્રાંક-૩૧૬ - પૂજ્ય ભાઈશ્રી :- હા, બહારથી એવું લાગે કે બે જણાએ ભેગા થઈને આ કામ કર્યું. જ્યારે ભૂખ લાગી હતી ત્યારે ખાધું. ખાધું ત્યારે જીવ અને પુદ્ગલે ભેગા થઈને કામ કર્યું અને સુધાને મટાડી. એવું નથી, એમ કહે છે.
મુમુક્ષુ - જીવનો સહકાર ન હોય તો કામ કેવી રીતે થાય ?
પૂજ્ય ભાઈશ્રી :- પણ ન હોય તો એ પ્રશ્ન નથી. ભૂખ લાગી અને જીવને આહાર લેવાની ઈચ્છા થઈ પણ એ વખતે તૈયાર ન હોય, આહાર મળે એવી પરિસ્થિતિ ન હોય તો જીવ શું કરે ? ઘણા ભૂખે મરી જાય છે. જીવ શું કરે એમાં ? એને ભૂખ્યા રહીને મરવું છે ? એથી કાંઈ એવું નથી કે જીવ કરી શકે છે. કોઈ પદાર્થની ક્રિયા, બીજા પદાર્થની ક્રિયા જીવ કરી શકે છે એ વસ્તુસ્થિતિ નથી, એમ કહેવું છે.
| દોઈ કરતિ એક દર્વ ન કરતુ હૈ.” અને બે ક્રિયા-જીવની ક્રિયા અને પુદ્ગલની ક્રિયા. ક્રિયા એટલે એક પરિણામમાંથી પલટીને બીજા પરિણામમાં લઈ જવું તે. એવું પણ એક દ્રવ્ય કદી ન કરે. હવે જીવ પુદ્ગલ ઉપર એ ઉતારે છે.
જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દો. જીવ અને પુગલ એક ક્ષેત્રમાં અવગાહન કરીને રહેલા છે. કર્મના અને નોકર્મના પગલો, શરીરના, શરીરરૂપી નોકર્મ, બીજા પણ નોકર્મ છે પણ એક ક્ષેત્રમાં તો શરીર છે અને એક ક્ષેત્રમાં બીજા કર્મ પરમાણ છે. તૈજસના પરમાણુ છે. એમ ત્રણ જાતના પુગલના પરમાણુ અને જીવ એક ક્ષેત્રમાં રહેલા છે. બંને એક ક્ષેત્ર અવગાહીને રહ્યા છે. આકાશની અપેક્ષાએ, હોં. બાકી પુદ્ગલના પરમાણુમાં જીવ નથી જતો અને જીવમાં, જીવના પ્રદેશમાં પુગલ પરમાણુનો પ્રવેશ નથી થતો. કોઈ પોલાણ નથી. પુદ્ગલ પરમાણુમાં એવું પોલાણ નથી કે એમાં જીવ જઈ શકે. જીવમાં ક્યાંય એવું પોલાણ નથી કે પુદ્ગલ જઈ શકે. પણ આકાશ છે, જે ક્ષેત્રે આકાશ છે, એ જ ક્ષેત્રે, એ જ આકાશના ક્ષેત્રે જીવ પણ હોય. એ જ આકાશના ક્ષેત્રે પદ્દગલ પણ હોય. એને એકક્ષેત્રાવગાહી કહે છે. એક એટલે આકાશનું ક્ષેત્ર લેવું. એકબીજાનું નહિ. એટલે એમાં નિમિત્ત-ઉપાદાન ઉતારાય છે કે અવગાહનમાં આકાશ નિમિત્ત છે. તો નિમિત્ત અપેક્ષાએ બંને એક ક્ષેત્રે રહેલા છે, ઉપદનની અપેક્ષાએ બંને પોતપોતાના ક્ષેત્રમાં રહેલા છે. કોઈના ક્ષેત્રમાં કોઈ રહ્યું નથી. કોઈના ક્ષેત્રમાં કોઈ જાતું નથી, પ્રવેશતું નથી, સ્પર્શતું નથી, એમ છે.