________________
૧૦૦
રાજહૃદય ભાગ-૫ પોતાના ગુણધર્મ અનુસાર પરિણામ એ દ્રવ્યને થાય છે. સમયે સમયે કોઈ છ દ્રવ્યમાંથી એકપણ દ્રવ્ય પરિણમન વિનાનું નથી. પરિણમન થયા જ કરે છે. પરિણમનનું ચક્ર અટકતું નથી. તેમ પરિણમનનું ચક્ર અટકે અને એને ચાલુ કરવું પડે એવું પણ નથી, ચાલતું જ રહે છે. આ વસ્તુસ્થિતિ છે.
મુમુક્ષુ – પરિણમન થયા જ કરે છે. પૂજ્ય ભાઈશ્રી - બસ ! થયા જ કરે છે. એના ક્રમ પ્રમાણે થયા જ કરે છે. પ્રશ્ન :- કાંઈ આઘુંપાછું કરી શકાય ?
સમાધાન :- નહિ, કાંઈ કરી શકાય નહિ. જે સ્વયં થાય છે એને કરી શું શકાય? જે સ્વયં થઈ રહ્યું છે એને શું કરી શકાય ? કે કાંઈ કરી શકાય નહિ.
એટલે બે પરિણામને એટલે બે પદાર્થના પરિણામને એક દ્રવ્ય ધારણ કરતું નથી. અથવા એક દ્રવ્ય એક સમયે પણ બે પરિણામને ધારણ કરતું નથી. એમ બંને લઈ શકાય. એક જીવદ્રવ્ય ચેતન અને અચેતન એમ બે પરિણામ, એમ લેવું છે. અહીંયાં તો જડ-ચેતનની ભિનતા લેવી છે ને ! એટલે એક ને એકમાં બે પરિણામનું અહીંયાં અર્થઘટન નથી લેવું.
એક કરતી. કરતૂતી એટલે ક્રિયા. ક્રિયા એટલે શું ? પરિણામનું બદલવું. એક પર્યાયમાંથી બીજી પયય થાય. આ બાળક સમય જતા યુવાન થાય છે. મોટો થાય છે ને ? તો જીવનું ક્ષેત્ર પણ લંબાણું, શરીરનું ક્ષેત્ર પણ મોટું થયું. બરાબર ? પરમાણુએ પરમાણુનું કાર્ય કર્યું છે, જીવે જીવનું કાર્ય કર્યું છે. જીવ પરમાણુનું નથી કર્યું. પરમાણુનું જીવે નથી કર્યું. એ જે પર્યાય પલટાણી એમાં એક ક્રિયાને “એક કરતૂતી દોઈ દર્વ કબહું ન કરે. એક ક્રિયા છે, કોઈ એકની ક્રિયા બીજું દ્રવ્ય ન કરે. એકની ક્રિયા બીજું દ્રવ્ય ન કરે. એટલે કે એક ક્રિયામાંથી બીજી ક્રિયામાં પલટાવાનું કાર્ય કોઈ ન કરી શકે.
પરિણામ અને પરિણામની ક્રિયા એમ જુદું જુદું પાડ્યું. એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહિ. અથવા જીવને રાગ કરવાનો હોય ત્યારે બે જીવ અને પુદ્ગલ થઈને રાગ કરે, બે ભેગા થઈને પલટાવે એમ પણ નહિ. એમ પણ નહિ.
મુમુક્ષુ :- બહારથી એવું લાગે કે.