________________
૯૮
રાજહૃદય ભાગ-૫ કરે એવું બનતું નથી, બની શકતું પણ નથી. આ સિદ્ધાંત છે. દ્રવ્યાનુયોગનો આ સિદ્ધાંત છે.
મુમુક્ષુ - કેવી વિચક્ષણતાથી સોભાગભાઈ ને મા
પૂજ્ય ભાઈશ્રી - અહીંથી હવે શરૂઆત કરી. ઉપદેશબોધમાં અહીં સુધીની Training આપ્યા પછી, કેળવણી આપ્યા પછી હવે સિદ્ધાંતબોધ શરૂ કરે છે.
મમત્વ છોડવું એમ તો બધા કહે છે કે ભાઈ ! જીવે સંસારમાં ક્યાંય કોઈ સંયોગિક પદાર્થ ઉપર અથવા કર્મના ઉદયે આવી મળેલા સંયોગો ઉપર આ જીવે મમત્વ કરવા જેવું નથી. તે પદાર્થો સચેત, અચેત, સચેત-અચેત મિશ્ર ત્રણ પ્રકારે હોય છે. એમાં કોઈ ઉપર આ જીવે મમત્વ કરવા જેવું નથી આવો ઉપદેશ છે અને એ સર્વસામાન્ય ઉપદેશ બધા જ ધર્મોમાં છે. પણ કોઈ ધર્મની અંદર, જૈન ધર્મ સિવાય, બે પદાર્થ ભિન્ન હોવાથી તે મમત્વ કરવા યોગ્ય નથી એવા સિદ્ધાંતના આધારે ઉપદેશ નથી.
જડ અને ચૈતન્ય સર્વથા જુદાં છે. કોઈ પરિણામનું કોઈ કાંઈ કરી શકે નહિ. સંયોગિક પદાર્થનું જીવ કાંઈ ન કરી શકે, સંયોગિક પદાર્થો જીવનું–પોતાનું કાંઈ ન કરી શકે, એવી વસ્તુસ્થિતિ હોવાથી મમત્વ એ કરવું એ દુઃખદાયક છે અને નિર્મમત્વ થવું એ જ સુખદાયક છે. એ વસ્તુસ્થિતિને આધારિત ઉપદેશ છે. એ પ્રકાર ખરેખર ઉપદેશનો છે એટલે ત્યાંથી એ વાત લેવી છે.
દોઈ પરિનામ એક દર્વ ન ધરત હૈ? અને જીવ પણ બે પરિણામને ન કરે. દોઇ પરિણામ-બે પરિણામને એટલે જીવના અને પુદ્ગલના પરિણામને કોઈ એક દ્રવ્ય કરે એમ પણ નથી બનતું. માણસ આહાર લે છે. આહાર લેવાના પરિણામ પુદ્ગલ પણ કરે અને જીવ પણ કરે, જીવ અને પરિણામ કરે–જીવ આહારનો રાગ પણ કરે અને જીવ કોળિયો લઈને પેટમાં પણ ઉતારે. એમ બંને પરિણામને એક દ્રવ્ય ન કરે. જીવ બનેના કાર્ય ન કરે. જીવ આહારનો રાગ પણ કરે અને જીવ આહારના પરમાણુનું ક્ષેત્રમંતર પણ કરે. ચાવવાનો રાગ પણ કરે અને ચાવે, બન્ને પરિણામ) એક જીવ ન કરી શકે.
આહારના પરમાણુ મોઢામાં આવ્યા તો એ ચાવવાનો અને રોગ થાય છે કે હું ચાવું. વિકલ્પ ઊઠે છે કે આહારને ચાવું. એવો રાગ પણ કરે અને દાંત, જડબું.