________________
પત્રાંક-૩૧૬ સમયસારનું પદ છે
એક પરિનામકે ન કરતા દરવ દોઈ, દોઈ પરિનામ એક દર્વ ન ધરત હૈ; એક કરતૃતિ દોઈ દર્વ કબહું ન કરે, દોઈ કરતૂતિ એક દર્વ ન કરત હૈ; જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ, અપને અપને રૂપ, કોઉ ન ટરતુ હૈ; જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ,
ચિદાનંદ ચેતન સુભાવ આચરત હૈ.' પદાર્થ અને પદાર્થના પરિણામની કર્તા-કર્મપણાની વ્યવસ્થા કેવી છે ? અને જીવ અને પુગલનો એકક્ષેત્રાવગાહી સંયોગ હોવા છતાં પણ બંને પોતપોતાના પરિણામે પરિણમે છે. એટલી સ્પષ્ટતા આ પદમાં કરી છે. ૩૧૭ પત્રમાં પોતે એકે એક લીટીનો અર્થ કર્યો છે. આપણે સંક્ષેપમાં આનો અર્થ કરી લઈએ. વિસ્તારથી તો પાછો ૩૧૭ પત્રમાં એ જ વિષય છે.
“એક પરિનામકે ન કરતા દરવ દોઈ. પરિણામ એક હોય અને બે દ્રવ્ય એને કરે એમ બનતું નથી, એમ હોતું નથી. જેમકે જીવનો રાગ. તો જીવ પણ કરે અને કર્મનો ઉદય પણ કરે. એમ બે દ્રવ્ય થઈને એક પરિણામને કરે એમ બનતું નથી. અથવા શરીરની ક્રિયા, આ બોલવાની ક્રિયા લ્યો. એ બોલવાની ક્રિયા પુદ્ગલ વચનવર્ગણા પણ કરે અને જીવ પણ કરે એમ બે થઈને નથી કરતા. એક પરિણામના. કર્તા બે દ્રવ્ય હોઈ શકતા નથી. વચનના પરિણામ પુદ્ગલ વચનવર્ગણા પરિણમીને કરે છે. એમાં જીવના પરિણમનનો અભાવ છે એમ કહેવું છે. જીવના રાગના પરિણમનમાં જીવ રાગ રૂપે પરિણમે છે એમાં કર્મના ઉદયના પરિણમનનો અભાવ છે. કર્મના સત્તાના પરિણમનનો તો પ્રશ્ન નથી. કાર્મણ વર્ગણાના કર્મનો પ્રશ્ન નથી. ઉદયમાં જે નિમિત્ત ગણાય છે એનો પણ એમાં અભાવ છે.
દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત એમ કહે છે કે, એક પરિણામના કર્તા બે દ્રવ્ય હોઈ શકે નહિ. એક પરિણામનું કર્તા એક જ દ્રવ્ય હોય, કદી બે દ્રવ્ય સાથે મળીને એક પરિણામ