________________
૫
પત્રાંક-૩૧૫
એટલે લોકસંજ્ઞાએ કોઈ સુકાર્ય કરતા હોય તો અચકાવું. સત્કાર્ય કરતા હો તો અચકાવું કે આ લોકસંજ્ઞાએ કેમ કરું છું? આ સત્કાર્યની અંદર મને લોકસંજ્ઞા નુકસાન કિરશે.
પ્રશ્ન :- સત્કાર્ય કેવી રીતે કરવું જોઈએ ?
સમાધાન :- સત્કાર્ય એક આત્મલક્ષે કરવું. બીજું કોઈ લક્ષ ન રાખવું. મારા આત્માની શુદ્ધિ સિવાય મારે બીજું કાંઈ લક્ષ નથી), મારું લક્ષબિંદુ બીજું કાંઈ નથી. એક જ લક્ષબિંદુ હોવું જોઈએ તો બધી જગ્યાએથી નિર્દોષ રહી જાય. અને નહિતર સપડાયા વિના રહે નહિ ક્યાંક ને ક્યાંક એવો ફસાય કે એને ખબર ન હોય હું ક્યાં ફસાણો છું, એની જ ખબર ન હોય. નીકળે કેવી રીતે ? એટલે જ્ઞાનીના ચરણસેવનની વાત લીધી છે કે જો જ્ઞાનીના અંતેવાસી થઈને રહે, ચરણસેવનનો અર્થ એ છે, એના સમીપવાસી રહે. જે પાત્રતાને લઈને જ્ઞાનીને એના પ્રત્યે ઘણી કરણાદૃષ્ટિ રહે તો જ્ઞાની અને ક્યાંક ભૂલ થતી હોય તો અટકાવે કે આમ નહિ, આમ નહિ. એટલે ચરણસેવનની વાત લીધી છે. કેમકે પોતાને ખબર નહિ પડે હું
ક્યાં ભૂલ કરું છું. પોતાની ભૂલ પોતાને નહિ દેખાય એ સંભવિત છે. એટલે પોતાના રોગનો ઈલાજ તો એણે કુશળ વૈદ પાસે જ કરાવવો એટલી ભલામણ છે આની અંદર છે.
એટલે (કહે છે), સ્વરૂપ સહજમાં હોવા છતાં પણ “જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. આત્મસંયમને સંભારીએ છીએ. પોતાની ભાવના તો વિશેષ વિશેષપણે સંયમની રહે છે. સ્વરૂપમાં લીન થઈ જઈએ એવો જે આત્મસંયમ એને સંભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા ઇચ્છીએ છીએ.’ પરિપૂર્ણ વીતરાગતા ઇચ્છીએ છીએ. “એ જ. શ્રી બોધસ્વરૂપના યથાયોગ્ય.’ એમ કરીને પોતે પોતાની આત્મભાવનાને ભાવી છે. સંક્ષેપમાં પત્ર છે પણ ઘણી વાત લખી ગયા છે. અહીં સુધી રાખીએ.