________________
પત્રાંક-૩૧૫ તું પણ સૂઈ જા, હું પણ સૂઈ જાવ છું. - ઘરે ત્યાં માટુંગામાં એક એમના સંબંધી હતા એ આવી ગયા હતા પણ સંબંધી એટલે પછી સગાની દૃષ્ટિએ તો મુખ્યપણે જુએ અને જ્ઞાની તરીકે માને કે બરાબર છે આપણા સગા છે અને વળી જ્ઞાની છે. બહુ સરસ. આપણે તો સારું એમના ઘરે ઊતરવાની જગ્યા છે. ઊતર્યા એમને ત્યાં. આખો દિવસ કાંઈ જિજ્ઞાસા નહિ એટલે કાંઈ વાત તત્ત્વની કાઢે નહિ. સાંજે વાળુ કરીને સૂઈ ગયા. એમને એવું થયું કે આવ્યો છે આ કારણે આ માણસ, એણે વાત કરેલી કે હું આ કારણે આવું છું. પણ જિજ્ઞાસા હોય તો કાઢે ને વાત ? વગર જિજ્ઞાસાએ રેડવાનો કાંઈ અર્થ નહિ. એ તો બહુ એ બાબતમાં જોખી જોખીને જ દેતા હતા. એમ થયું કે આને જિજ્ઞાસા નથી પણ જરા જિજ્ઞાસા થાય તો Try કરી જોઈએ. કેમ તરસબરસ લાગી છે ? તૃષા લાગી છે ? તો કહે કે કેમ આમ વાત કરો છો ? આપણે તો ચોવીહાર કરી લીધો. એનો અર્થ કે એ લોકો એ દિવસોમાં ચોવિહાર કરતા હતા. અફવા એવી બીજી હતી કે રાત્રે ખાય છે, ફ્લાણું છે ને ઢીંકણું છે. લોકો તો નજીક ન જાય એટલે સાધુ લોકો તો ઉડાડે કે કોઈ એની પાસે જાય નહિ.
ચોવિહાર વાળી લીધો છે. હવે પાણી પીવાની આપે કેવી રીતે પીવાની વાત કરી ? કાંઈ સમજાણું નહિ. તો (કૃપાળુદેવ) કહે, કાંઈ નહિ. સૂઈ જાવ. એમને એટલી ખબર નથી કે ચોવિહાર વાળી લીધો છે ને હું પાણી પીવાનું એને કેમ પૂછું ? પણ તૃષા એટલે જિજ્ઞાસા કાંઈ છે એમ એમને પૂછ્યું. બિચારા એકદમ સ્થૂળ વિચારમાં હતા એટલે) સમજી ન શક્યા. પતી ગયું. હવે એને જ્ઞાનીનો યોગ થયો કે ન થયો? આ એની વાત નથી. આ જેટલા ઓઘસંજ્ઞાએ શાનીનો આપણે સમાગમ કરીએ છીએ એ બધાની એ જ વાત છે. એ તૃષાની વાત આવે છે અને આપણે ચોવિહારની વાત સંભારીએ છીએ. કાંઈ એમની વાતને અને આપણી વાતને લેવા-દેવા રહેતી નથી. આવું છે. બહુ વિચારવા જેવો વિષય છે. - મુમુક્ષુ - ઓઘસંજ્ઞા ન જાય તો પાત્રતા ન આવે.
પૂજ્ય ભાઈશ્રી :- પાત્રતા ન આવે, પાત્રતા ન આવે. આ ત્રણે અપાત્રતાના લક્ષણ છે. લોકસંજ્ઞા અપાત્રતાનું લક્ષણ છે, ઓઘસંજ્ઞા અપાત્રતાનું લક્ષણ છે અને અસત્સંગ પણ અપાત્રતાનું લક્ષણ છે.