________________
• રાજહૃદય ભાગ-૫ કહેતાં એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી. સાક્ષાત્ જ્ઞાની હોય, આત્મસ્વરૂપને દર્શાવનારા એમના વચનો હોય તો પણ ઉપરના કારણોને લીધે જીવ એનો યથાર્થ વિચાર કરી શકવા માટે બળવાન થતો નથી. લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગને લીધે આ પરિસ્થિતિ ઊભી થાય છે.
મુમુક્ષુ - લોકસંજ્ઞા અને અસત્સંગ એ બને આત્મઘાતી છે.
પૂજ્ય ભાઈશ્રી - ત્રણે આત્મઘાતી છે. ઓઘસંજ્ઞા પણ આત્મઘાતી જ છે. ત્રણે આત્મઘાતી છે. ત્રણે કારણ લેવા. એક્ટ કારણ ઓછું ન લેવું. કેમકે ઓઘસંજ્ઞામાં અનંત કાળ ગયો છે, ઓઘસંજ્ઞામાં અનંત કાળ રહ્યો છે. અને અત્યારે પણ એ પોતાનું અવલોકન શરૂ ન કરે એનો અર્થ કે એને દરકાર નથી અને ઓઘસંજ્ઞામાં રહેવા ઇચ્છે છે, એ ચાહે છે કે હું ઓઘસંજ્ઞામાં રહી જાઉં. આ ઘાત છે.
મુમુક્ષુ :- નાક બોળવા જેવું છે. પૂજ્ય ભાઈશ્રી :- એમ જ છે, એમ જ છે. મુમુક્ષુ – જ્ઞાનીના વચનો મળે તો પણ વિચાર નથી કરતો.
પૂજ્ય ભાઈશ્રી :- નથી કરી શકતો અને એ સીધી વાત છે, આપણને તો લાગુ પડે એવી વાત છે, એ વાત આપણને લાગુ પડે એવી છે. એ તો મુમુક્ષુઓની સામે એમણે પોતાના અનુભવનો નીચોડ કાઢીને મૂક્યો છે. બહુ અનુભવી પુરુષ અનુભવથી મૂકેલી વાત છે ને ! મુમુક્ષુને સીધી વાત લખે છે. એ “કૃષ્ણદાસ ગમે તે હોય, આપણે કૃષ્ણદાસ થઈ જવું પડે એવું છે. એવી વાત છે.
મુમુક્ષુ :- જેમને પત્ર લખ્યો છે એ “કૃષ્ણદાસજી ની પાત્રતા જોઈને લખ્યો છે.
પૂજ્ય ભાઈશ્રી - ચોક્કસ, ચોક્સ. એ એમનું બહુ ઊંડું જ્ઞાન હતું. એ સંબંધમાં એમના જ્ઞાનની નિર્મળતા, એમના જ્ઞાનની સામાની પાત્રતાને માપવાની જે ક્ષમતા છે, એ અનુમાન ન થઈ શકે એવો વિષય છે. સાધારણ જીવનું અનુમાન ટૂંકું પડે એવી વાત છે. ન પહોંચી શકે એવી વાત છે. જબરજસ્ત સમર્થ હતા પોતે ! જે જે વાતો લખી છે એ ઘણી અનુભવથી લખી છે અને સામા જીવને પણ અત્યંત ઉપકારી થાય એવી રીતે લખી છે. નહિતર એ તો મૌન થઈ જતા, કહેતા નહિ, બોલતા નહિ. સામાની પાત્રતા ન જોવે તો બોલે નહિ. વાત ન કરે. એને જિજ્ઞાસા. જગાડવા એકાદો ચોંટકો ભરી લે કો'કવાર પણ પછી ન જાગે તો થઈ રહ્યું. હવે