________________
પત્રાંક-૩૧૫
૯૧ અને અસત્સંગ એ કારણો છે. જીવ શાસ્ત્ર વાંચે છે, ભિન્ન ભિન્ન પ્રકારે આત્માનો વિચાર કરે છે અને ભિન્ન ભિન્ન પ્રકારે એ આત્માની કલ્પના કરે છે, એમ કહે છે. શું કરે છે ? શાસ્ત્ર વાંચીને આત્માને કહ્યું છે કે, મારો આત્મા આવો છે એવી કલ્પના કરે છે. કોઈ કાંઈ કહ્યું છે. કોઈ કાંઈ કહ્યું છે. કોઈ કાંઈ કહ્યું છે. અનેક જીવને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વર્તે છે. તેનું કારણ, એવું વિચારવામાં કલ્પનાયુક્ત (કારણ) ઊભું થાય છે. લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે. કાં તો જીવની નજર લોકો સામે છે કે લોકોમાં શું દેખાશે ? લોકો કઈ નજરે મને જોશે ? કાં તો જીવની સંજ્ઞા ઓઘસંજ્ઞા છે, દરકાર નથી મને પ્રાપ્તિ છે કે નથી પ્રાપ્તિ. અને અસત્સંગ. કાં તો અવગુણી મનુષ્યો પ્રત્યે, અવગુણી જીવો પ્રત્યે એને પ્રીતિ થાય છે કે મારે કામનો છે, આ માણસ માટે કામનો છે, ભલે એનામાં અવગુણ રહ્યો પણ મારે કામનો છે. એ કદી આત્માને ન વિચારી શકે. આત્માને વિચારવા જાય તો એને કલ્પના જ થાય, બીજું કાંઈ ન થાય.
મુમુક્ષ - આ બે તો અંદરના ભાવ છે. આ બહારનો પ્રવૃત્તિરૂપ ભાવ છે. - પૂજ્ય ભાઈશ્રી :- હા, પણ પોતાનો ભાવ તો અંદરનો છે ને પ્રીતિરૂપ ભાવ તો પોતાનો છે ને એનું નિમિત્ત બહાર છે. એ તો લોકસંજ્ઞામાં પણ નિમિત્ત એવા) લોકો તો બહાર જ છે ને ! લોકસંજ્ઞાના ભાવનું નિમિત્ત કોણ છે ? સમાજ છે. નિમિત્ત ભલે બહારનું હોય, ઓઘસંજ્ઞાની અંદર બીજું કાંઈ બહારનું નિમિત્ત નથી પણ અંદર ને અંદર પોતે સંતોષ પામી ગયો છે. અંદર ને અંદર હું સમજું છું એમ કરીને એ પોતે આગળ નથી વધતો, દરકાર નથી કરતો. પેલામાં બન્નેમાં બહારના નિમિત્ત છે.
એ ત્રણે કારણોમાં ઉદ્યશીન થયા વિના, નિ:સત્વ એટલે જેમાં કાંઈ માલ નથી. નમાલી. નિ:સત્વ એટલે જેમાં કાંઈ માલ નથી. “એવી લોકસંબંધી જપતપાદિ ક્રિયા. સમાજમાં માન મળે. આ.હા.! ઘણું તપ કર્યું. ઘણું કાર્ય કર્યું. “સાક્ષાત્ મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી, એમ માન્યા વિના, નિઃસત્વ એવા અસતુશાસ્ત્ર...” કલ્પિતશાસ્ત્રો અને અસગર' એટલે ખોટા ગુ–મિથ્યાદષ્ટિ. જે આત્મસ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે..... આત્મસ્વરૂપને આવરણના એ મુખ્ય કારણો છે. તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવન જીવના સ્વરૂપનો... પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને