________________
રાજહૃદય ભાગ-૫ મુમુક્ષુ :- પહેલાં લોકસંજ્ઞા જાય પછી અસત્સંગ જાય. પહેલાં બે વસ્તુનો ત્યાગ કરીને પછી સત્સંગ કરવા જેવો છે.
પૂજ્ય ભાઈશ્રી - હા, નહિતર તને અસત્સંગ રહી જશે. એવો વિષય છે. માર્ગદર્શન તો ઘણું આપ્યું છે.
મુમુક્ષુ - લોકસંજ્ઞા ભાવનાને પ્રગટ ન થવા દે. ભાવના પણ પ્રગટ ન હોય.
પૂજ્ય ભાઈશ્રી :- લોકસંજ્ઞાવાળાને તો પોતાનું લક્ષ જ ન થાય. પરલક્ષ જ દઢ રહે. લોકસંજ્ઞામાં પરલક્ષની દઢતા રહેલી છે. સ્વલક્ષ જ ન થવા દે. ત્યારે આ વિષય જ એકલો સ્વલક્ષી છે, એકાંત સ્વલક્ષી વાત છે આ બધી. જેને એમ કહીએ ને કે, ભાઈ ! નિશાળમાં જેને અભ્યાસ કરવા બેસવું એણે બીજી વાતો ન કરવી, અભ્યાસમાં લક્ષ રાખવું. એના જેવી આ વાત છે કે આ માર્ગમાં આવવું એણે પરલક્ષ ન રાખવું, પોતાનું લક્ષ રાખવું. એવી પહેલી જ વાત છે આ.
મુમુક્ષ - પોતે મુમુક્ષુ છે કે નહિ એ નક્કી કરવાનો વારો છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, નક્કી કરવાનો વારો છે. નામથી કાંઈ મુમુક્ષુ નથી થઈ જવાતું. એવું છે.
પ્રશ્ન :- કાળકૂટ ઝેર છે ? * સમાધાન :- હા, લોકસંજ્ઞાનો તો એમણે બહુ નિષેધ કર્યો છે. કાળકૂટ ઝેર છે, હળાહળ ઝેર છે એમ જાણ્યા વિના નહિ છૂટે. કેમકે એ એક એવી છેતરામણી વસ્તુ છે કે પોતે જે કાંઈ કરે છે એ લોકોને ખ્યાલમાં આવે છે કે નહિ એ તો એને જાળવી જ રાખવું છે. હું શાસ્ત્રવચન કરું છું. હું દાન આપું છું, હું દર્શન કરવા આવું છું, હું “સોનગઢ' જાવ છું, હું વધારે જાવ છું, ઓછો જાવ છું, ફલાણું, ઢીકણું બધું. બધી એને લોકો ઉપર જ નજર રહે.
મુમુક્ષુ - માન કષાયને પોષવાની વાત છે.
પૂજ્ય ભાઈશ્રી - માન કષાય તો પડ્યો જ છે પણ લોકસંજ્ઞા તો એક એવી ગ્રંથી છે કે જેને કાળકૂટ ઝેર, હળાહળ ઝેર ન જાણે તો જીવ છોડી જ ન શકે. એટલે એનું અત્યંત નુકસાન ન સમજે, બહુ મોટું નુકસાન છે એમ ન સમજે તો સમાજની દષ્ટિ જીવ છોડી ન શકે, લોકષ્ટિ છોડી જ ન શકે. એવી લોકસંજ્ઞા બહુ ભયંકર વસ્તુ છે..