________________
પત્રાંક–૩૧૬ જીભ, હોઠ બધું ચલાવવાની ક્રિયા પણ જીવ કરે, એમ બે પરિણામ, બે દ્રવ્યના પરિણામ જીવ એક ન કરે.
તેમ એક પુગલ દ્રવ્ય કર્મનો ઉદય આવે એ ઉદયના પરિણામને પણ કરે અને જીવના રાગને પણ કરે એમ ન બને. જીવને રાગ પણ કરાવે અને પોતાના ઉદયના પણ પરિણામ) કરે. એમ એક દ્રવ્ય કદી બે પરિણામ ધારણ કરતા નથી. જીવ જીવના પરિણામને ધારણ કરે. પુગલ, પુગલ પરિણામને ધારણ કરે. જીવ, જીવના અને પુદ્ગલ બંનેના પરિણામને ધારણ કરે, પુગલ જીવ અને પુદ્ગલના પરિણામને ધારણ કરે એવું બનતું નથી. '
પ્રશ્ન :- પુદ્ગલને પરિણામ હોય છે ? .
સમાધાન :- હા, પુદ્ગલને પરિણામ છે જ ને. આ Plastic ના પરિણામ છે, આ લાકડાના પરિણામ છે, બને પુદ્ગલ છે.
પ્રશ્ન :- બને કરે છે ?
સમાધાન :- કર્યા વગર કેવી રીતે થાય ? પરિણામે જો ન પરિણમે તો આ જૂનું થયું, આ નવું થયું (એ) કેમ થાય ? મકાન જૂનું થયું પણ કોણે કર્યું? નવું થયું ત્યારે તો એમ કહીએ કે કડિયાએ કર્યું. પણ જૂનું કોણે કર્યું? પુગલ પરિણમ્યા. પુગલ પરિણમ્યા.
આપણે એમ કહીએ કે આ દૂધ બગડી ગયું. ઘરમાં દૂધ પડ્યું હોય, બગડી ગયું. કોણે બગાડ્યું ? મેળવણ નાખીને દહીં બનાવે ત્યારે તો પોતે ધણી થાય કે દૂધમાંથી મેં દહીં બનાવ્યું. પણ હવે દૂધ બગડી ગયું. કોણે બગાડ્યું? પુદ્ગલ પરિણમ્યા કે ન પરિણમ્યા?
મુમુક્ષુ - દૂધ મેળવવાની ઈચ્છા હતી ને ? - પૂજ્ય ભાઈશ્રી :- ઇચ્છા હોય તો પરિણમે એવું કોઈ બંધન નથી. પરિણમન છએ દ્રવ્યને છે. એમાં ઇચ્છા એક જીવને થાય છે. પુદગલ ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશિતાય અને કાળાણું, આ પાંચને ઇચ્છા નથી. કેમકે એ જડ પદાર્થ છે. જડ પદાર્થને ઇચ્છા નથી, જડ પદાર્થને સુખ-દુખ નથી. કેમકે એ જીવના ધર્મ છે. એ પુગલના કે અજીવના ધર્મ નથી એટલે એમાં પ્રકારના પરિણામ નથી થતા.