________________
પત્રાંક–૩૧૭
૧૦૯
પરિણામે એક દ્રવ્ય પરિણમે નહીં, - બે પરિણામને ધારણ કરી શકે નહીં.
એક કરતૂતિ દઈ દર્વ કબહું ન કરે, માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં. બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઊપજતું હોય,
તો વસ્તુ પોતાના સ્વરૂપનો ત્યાગ કરે; અને એમ તો કોઈ કાળે બને કે નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે.
જ્યારે એમ બનતું નથી, ત્યારે બે દ્રવ્ય કેવળ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે ? અથતુ ન જ કરે.
“દોઈ કરતુતિ એક દર્વ ન કરત હૈ તેમ જ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં. એક સમયને વિષે બે ઉપયોગ હોઈ શકે નહીં માટે
“જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દો, જીવ અને પુગલ કદાપિ એક ક્ષેત્રને રોકી રહ્યાં હોય તો પણ
“અપને અપને રૂપ, કોઉ ન ટરતુ હૈ પોતપોતાનાં સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી, અને તેથી કરીને જ એમ કહીએ છીએ કે -
“જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કર્તા છે. કારણ છે કે તે દેહાદિ જડ છે; અને જડપરિણામ તો પુદ્ગલને વિષે છે. જ્યારે
એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ - બીજ પ્રમાણ પણ હવે જોઈતું નથી; એમ ગણી કહે છે કે –
ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.'