________________
પત્રાંક-૩૧૫
૮૯
એકવાર ઓળખાણ કરી હોય તો આ દશા ન હોય, અત્યારે છે એ દશા ન હોય. આ સીધી વાત છે.
પ્રશ્ન :– ઓળખાણમાં બીજું શું હોય ?
સમાધાન :– ઓળખાણમાં એમના જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના જે પરિણામ છે એ સાધક દશા છે અને એનું સંધાન એમના સિદ્ધપદ સાથે છે. આ વસ્તુ સમજાવી જોઈએ, એ વસ્તુ પરખાવી જોઈએ. ઓળખાણ એ ઓળખાણ છે. માણસ નથી કહેતા કે ફ્લાણા ભાઈ મારા ઓળખીતા છે. એમને હું સાંગોપાંગ ઓળખું છું. એ આમ બોલ્યા પણ એ તમે ન સમજો એ શું કરવા એમ બોલ્યા છે. એમ કેમ ખબર પડે છે ? જેનો ઘણો પરિચય છે એની કોઈ એક વાતનો ખાસ અર્થ ઓળખાણવાળો કાઢી. શકે અને બીજો અંદરથી બીજું કાઢે એવું બને છે કે નથી બનતું ? જેને પિરચય નથી એ તો સામાન્ય અર્થ કાઢશે. જેને ઓળખાણ છે એ આગળપાછળની બધી. સંધિ પકડશે કે-નહિ ? એમ ઓળખાણ તો બહુ મોટી ખાણ છે.
એટલે અહીં ઓળખાણપૂર્વકનો જે મહિમા આવે છે; ‘શ્રીમદ્ભુ'એ તો Guarantee જ આપી છે કે જે જ્ઞાનીને ઓળખે છે તે ક્રમે કરીને જ્ઞાની થાય છે. અથવા જે શાનીને ઓળખે છે તે ક્રમે કરીને જેની ઓળખાણ થઈ છે એવી દશાને પ્રાપ્ત કરે છે. Guaranteed વાત કરી છે. અને એના માટેની જે પાત્રતા છે એ વગર એ વસ્તુનો ખ્યાલ આવતો નથી. પાત્રતા વગર ૫૦ વર્ષ સાંભળ્યા પછી ન ઓળખે એવી પરિસ્થિતિ રહી જાય. ૫૦ વર્ષ સાંભળે અને પછી ન ઓળખે એવી સ્થિતિ રહી જાય. (કોઈ એમ કહે), અમે તો જ્ઞાની તરીકે અને ગુરુ તરીકે જ સાંભળવા બેસતા હતા. બધું ઓઘે ઓઘે જાય.
મુમુક્ષુ :– ઓળખ્યા હો તો અત્યારે આ સ્થિતિ ન હોય.
પૂજ્ય ભાઈશ્રી :- આ સ્થિતિ ન હોય. સીધી વાત છે. ઓઘસંશા મિથ્યાત્વનો ત્યાગ ન થવા છે. ઓઘસંજ્ઞા ઓળખાણ ન થવા દે. અથવા ઓઘસંજ્ઞાનો બીજો અર્થ એવો છે, બહુ વાસ્તવિક વ્યવહારુ અર્થ કરીએ તો એવો છે કે, જે જીવને સંતોષ થઈ ગયો, સંતોષ પકડાઈ ગયો અને જે જીવને હવે વાસ્તવિક પ્રાપ્તિ કરવા માટેનો પ્રયત્ન નથી કરવો ને પડ્યું રહેવું છે જ્યાં છે ત્યાં ને ત્યાં, એનું નામ ઓઘસંશા છે. આપણને તો જ્ઞાની મળી ગયા. આપણને તો શાસ્ત્ર અને તત્ત્વ મળી ગયા અને