________________
પત્રાંક–૩૧૫ અરસપરસ ચાલી છે એટલે એની ના લખી છે.
સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. એ વાત સાથે લીધી છે. એક બાજુ સહજ કહે છે, બીજી બાજુ એને વિકટ દર્શાવે છે. સ્વરૂપ સહજમાં છે કેમકે પોતાનું જ સ્વરૂપ છે, કારણ પરમાત્મારૂપે પોતાનો જ સ્વભાવ છે, પોતે જ કારણ છે. એવું સ્વરૂપ સહજમાં હોવા છતાં અનાદિથી તે અપ્રાપ્ય છે. એ વાત પણ નક્કી જ છે કે અનંત કાળ સુધી એની પ્રાપ્તિ નથી થઈ એ વાત પાકી છે. એટલે સહેલામાં સહેલો ઉપાય એ છે કે જ્ઞાનીના ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે. સહજ હોવા છતાં વિકટ પણ છે કે કોઈ જીવ જ્ઞાનીના ચરણસેવન સિવાય પ્રાપ્ત કરવા જાય તો પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે અને જ્ઞાનીના ચરણ સેવનમાં એ પ્રાપ્ત થાય એવું છે.
એ વાત તો એ વીસમા વર્ષથી નાખતા આવે છે. આ તો પચ્ચીસમું ચાલે છે. આત્માને પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પરમાત્મસ્વરૂપ એવો આત્મા તેનું ધ્યાન કરવાથી પરમાત્મા થવાય છે. પરંતુ તે ધ્યાવન સત્પરુષના ચરણકમળની વિનય ઉપાસના વિના થતું નથી. આ સર્વશ્રેષ્ઠ નિગ્રંથ પ્રવચન છે. એવી વાત વીસમા વર્ષમાં નાખી છે.
મુમુક્ષુ - ચરણસેવન એટલે . જ્ઞાનીનો ઉપદેશ જે હોય એને સાંભળીએ તેનું આચરણ કરીએ... - પૂજ્ય ભાઈશ્રી - જ્ઞાનીને જ્ઞાની તરીકે ઓળખીને એનું બહુમાન થાય, બહુમાન આવે એ એનું ચરણ સેવન છે. લોકો ચરણ એટલે આ પગ સમજે છે. ચરણના ઘણા અર્થ છે. ચરણ એટલે પગ થાય, ચરણ એટલે વચન થાય. વચનને પણ ચરણ કહેવાય છે. અને ચરણ એટલે આચરણ. આચરણને પણ ચરણ કહેવાય છે. દ્રવ્યાનુસારી ચરણમ્, ચરણાનુસારી દ્રવ્યમૂ-પ્રવચનસાર આઠમો કળશ છે. એમ ચરણના ઘણા અર્થ છે. અહીંયાં ચરણનો અર્થ એટલો લેવો કે બહુમાન થવું તે. ચરણસેવા કોણ કરે ? પગની સેવા કોણ કરે ? આ તો નિકૃષ્ટ અંગ છે, આ ઉત્કૃષ્ટ અંગ છે–મસ્તક છે તે ઉત્કૃષ્ટ અંગ છે. ચરણ છે તે નિકષ્ટ અંગ છે.
નથી કહેતા ? અમે તો ગુરુની ચરણરજ છીએ. શિષ્ય ગુરુનો મહિમા કરે ત્યારે