________________
પત્રાંક-૩૧૫
પત્રાંક-૩૧૫
મુંબઈ, પોષ સુદ ૧૧, ૧૯૪૮ અમે કોઈ વાર કઈ કાવ્ય, પદ કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યાં, સાંભળ્યાં હોય તો પણ અપૂર્વવતુ માનવાં.
અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કંઈ કરવાનું ઇચ્છવા જેવી દશામાં નથી.
સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે.
આત્મસયમને સંભારીએ છીએ. યથારૂપ વીતરાગતાની પૂર્ણતા. ઇચ્છીએ છીએ. એ જ.
શ્રી બોધિસ્વરૂપના યથાયોગ્ય.
૩૧૫. “અમે કોઈ વાર કાંઈ કાવ્ય, પદ કે ચરણ લખી મોકલીએ તે આપે ક્યાંય વાંચ્યાં, સાંભળ્યાં હોય તો પણ અપૂર્વવતુ માનવા.' ભલે કોઈ પદ લખ્યું હોય, કોઈ વાક્ય લખ્યું હોય, કોઈ કાવ્ય લખ્યું હોય. ચરણ એટલે એક કડીનો એક ભાગ એને ચરણ કહે છે. (દા.ત) “જિન થઈ જિનવરને આરાધ' તે પહેલું ચરણ. તે સહિ જિનવર હોવે તે બીજું ચરણ. પદની એક કડી છે. આખા પદનો એક વિભાગ એટલે એક કડી. એના ચાર ચરણ છે. “ભૂંગી ઇલિકાને ચટકાવે, અલ્પવિરામ કર્યું છે એ એક ચરણ છે. એક ચરણ લખ્યું હોય તો પણ ક્યાંય વાંચ્યું હોય, સાંભળ્યું હોય, ખબર હોય, તેનો અર્થ આવડતો હોય એમ કહેવું છે કે તમે વાંચ્યું હોય, સાંભળ્યું હોય એનો અર્થ સમજ્યા હોય પણ જયારે અમે તમને કોઈવાર લખીએ ત્યારે કોઈ અપૂર્વ અર્થનું ગ્રહણ કરવા માટે લખીએ છીએ એવો પહેલેથી અભિપ્રાય રાખીને વાંચજો. મને ખબર છે (એમ અભિપ્રાયમાં રાખીને નહિ વાંચતા).