________________
રાજહૃદય ભાગ-૫ ગુરુદેવ’નું પ્રવચન શરૂ થાય કે અગિયારમી ગાથા (ચાલવાની છે. (તો કહે, બરાબર છે ભૂતાર્થની ગાથા છે. ભૂતાર્થને આશ્રયે જીવ સમ્યફદૃષ્ટિ થાય છે, આ ગાથાની તો ખબર છે. આપણે ઘણીવાર સાંભળી છે. અને આપણા કોક કોક વિદ્વાન તો એવા સરસ છે કે “ગુરુદેવ’ કરતાં પણ એમાંથી વધારે અર્થ કરે છે. આવા માણસો નીકળે. કાલે એક ભાઈ મળી ગયા. મને કહે, એક આત્મા શુદ્ધ છે એના ઉપર તો કેટલા દિવસ પ્રવચન આપ્યું મેં ! એક શબ્દ ઉપર ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચપાંચ દિવસ પ્રવચન આપે. એક જ શબ્દ ઉપર પ્રવચન આપે. એમ નથી. આનો કોઈ અપૂર્વ અર્થ કાઢવો પડે છે. એ કોઈ શબ્દાર્થનો વિષય નથી. એનો ભાવ ઊંડો કેટલો જાય છે ? પદાર્થને સ્પર્શે છે કે નહિ ? પદાર્થદર્શન છે કે નહિ ? જ્ઞાનની અંદર પદાર્થ દશ્યમાન છે કે નહિ ? આ વસ્તુ માગે છે. એકલું કોઈ વક્તવ્ય છે એ તો વાક્ય જાળ છે). કહ્યું ને ? “વાક્ય જાળ બીજાં સૌ જાણે, એહ તત્ત્વ ચિત ચાવે અંદરમાં તત્ત્વને ચાવે-ઘૂંટે, એનો રસ લે. એ કરવા જેવું છે. અપૂર્વ માનવું એમ કહે છે.
અમે ભલે તમને પ્રચલિત કોઈ વાત લખી હોય પણ કાંઈ અપૂર્વ અર્થ ગ્રહણ કરવા માટે લખી છે એમ તમે વિચારજો, એવો લક્ષ રાખજો. એટલે કે (ગૌણ નહિ કરતા). (ગૌણ કરવું એટલે એનો નિષેધ કરવો. ગૌણ કરવું એટલે એનો નકાર કરવો. એ બહુ ઓછાને ખબર છે. ગૌણ કરવું એનો અર્થ શું છે ? એનો નિષેધ થાય છે, એની અંદર નકાર આવે છે કે આ નહિ બીજું કાંઈક જોઈએ છે મારે, આ નહિ બીજું કાંઈક હજી જોઈએ છે. એમ એનો અર્થ થાય છે. આ નથી જોઈતું.
મુમુક્ષુ :- પર્યાયને ગૌણ કરવી એટલે નકાર કરવો.
પૂજ્ય ભાઈશ્રી - નકાર કરવો, નિષેધ કરવો. વ્યવહારને ગૌણ કરવો એટલે વ્યવહારનો નિષેધ કરવો.
મુમુક્ષુ :- . પૂજ્ય ભાઈશ્રી :- એમ જ છે. એમ જ છે. એમ જ છે. બધે એમ લાગુ પડે છે.
અમે પોતે તો હાલ બનતા સુધી તેવું કંઈ કરવાનું ઇચ્છવા જેવી દશામાં નથી.' કાંઈ કોઈક વાતના અનુસંધાનમાં લખ્યું છે કે આપ કાંઈક આમ કરો, તો કહે એવું કરવાની ઇચ્છા થાય એવી દશામાં પણ અમે નથી. ગમે એ આ પત્રની અંદર