________________
૮૮
ચજહૃદય ભાગ-૫ શું કહે છે ? કે અમે તો શ્રીગુરુની ચરણરજ છીએ. તો કહે, એમના પગ ઉપર લાગેલી જે ધૂડ છે ત્યાં અમારું સ્થાન છે. એટલી પોતાની નમ્રતા બતાવે છે. તો નમ્રતાનો અર્થ શું છે ? કે એટલું અમને બહુમાન છે એમાં નમ્રતા ઊભી થાય છે. બહુમાન વગર નમ્રતા ક્યાંથી આવવાની ? એ બહુમાનનું સૂચક છે. - યથાર્થપણે બહુમાન ક્યારે આવે ? કે જ્યારે ઓળખાણ થાય ત્યારે જ આવે. એ સિવાય બહુમાન આવે એ બધું ઓથે ઓધે છે. એ તો જિનેન્દ્રદેવના સમવસરણમાં કલ્પવૃક્ષના ફૂલ અને મણિરત્નના દીવાથી ભક્તિ-આરતી કરી છે કે નથી કરી? પૂજા ને આરતી કરી છે નથી કરી ? બધું ઓથે ઓથે અનંતવાર કર્યું છે. જ્ઞાની અનંતવાર મળ્યા અને જ્ઞાનીના બાહ્ય ચરણની સેવા પણ અનંત વાર કરી. પગચંપી કરી, ચરણ ધોયા બધું કર્યું, પણ ઓળખ્યા વિના ભાવ નહિ આવે એમાં. ઓળખાણ વગર ભાવ ક્યાંથી આવશે?
મુમુક્ષુ – ચરણ એટલે જ્ઞાનીના વચન અનુસાર જ અનુસરવું.
પૂજ્ય ભાઈશ્રી - અનુસરવું. પણ એ વચન અનુસાર ક્યારે અનુસરે ? બહુમાન આવે તો. એટલે તો કહ્યું કે, અમે એક કાવ્ય, પદ કે ચરણ લખ્યું તો અપૂર્વ માનજો એ ક્યાંથી આવશે? એની અપૂર્વતા ક્યારે આવશે ? પૂજ્ય બહેનશ્રી ચર્ચા કરે છે ત્યારે કોઈવાર કહે છે, આજે પણ કહે છે કે, “ગુરુદેવના પ્રવચનો સાંભળતાં અપૂર્વ અપૂર્વ લાગ્યા કરતું.’ પ્રવચનો એમણે તો વર્ષો સુધી સાંભળ્યા, ૪પ વર્ષ સાંભળ્યા. હવે એની એ વાત તો ઘણીવાર આવતી હોય. કંઈ બધી વાત કલાકે કલાકે નવી જ વાત આવે કાંઈ બને ? તેની તે વાત તો ઘણીવાર આવતી હોય. અપૂર્વ કેમ લાગે છે ? કે અપૂર્વ તત્ત્વ જે આત્મા એનો ભાવ એમાં એમને દેખાય છે. એ વચનમાં એ ભાવ દેખાય છે. બસ ! પછી મહિમા આવે જ, મહિમા કરવો નથી પડતો.
મુમુક્ષુ - અત્યાર સુધી ખરેખર જ્ઞાનીની ઓળખાણ નથી થઈ.
પૂજ્ય ભાઈશ્રી - એકવાર પણ નથી થઈ. અનંત કાળમાં આત્મા તો ઓળખ્યો નથી પણ એ તો ગુપ્ત તત્ત્વ છે, શક્તિરૂપ અને સામર્થ્યરૂપ તત્ત્વ છે, ન જડે જલ્દી, પણ બહારમાં જે પ્રગટ સત્ છે, આ આત્મા તો અપ્રગટ સત્ છે, પ્રગટ સતુ છે એની એકવાર પણ ઓળખાણ નથી થતી. એકેય વાર નથી કરી. અનંત વાર સંયોગ થયો, અનંત વાર ઓથે ઓથે બહુમાન કર્યું પણ) એકવાર ઓળખાણ નથી કરી.