________________
.
૦૨
રાજહૃદય ભાગ-૫ આપણે આ બધું વાંચ્યા કરીએ અને સાંભળ્યા કરીએ. ત્યાંને ત્યાં પડ્યા રહેવું છે. જેને પ્રાપ્ત કરવા માટેની કોઈ અંદરથી પછી ભાવના રહેતી નથી. ઉ૫૨ ઉપરની ભાવનાથી બધું કર્યે જાય છે અને જોતો નથી કે મને આ પ્રાપ્ત થતું નથી. આટલો સમય ગયો..... આટલો સમય ગયો... પણ હું ખાલી ને ખાલી જ છું. એ ઓઘસંશામાં પડ્યો રહે છે. એનો અર્થ કે એને દરકાર જ નથી. પોતાની અપ્રાપ્તિની દરકાર નથી
થઈ, દરકાર ઊડી ગઈ છે ત્યારે ઓઘસંજ્ઞા રહી જાય છે. પછી ઓઘસંજ્ઞાએ બધી. ધર્મની ક્રિયા કરે. શાસ્ત્રવાંચન, પૂજા-ભક્તિ-દાન-દયા યાત્રાથી માંડીને બધું કરે. પણ બધું ઓઘસંજ્ઞામાં રહીને કરે. એ કોઈ રીતે દરકાર વગરનો જીવ ઉપેક્ષા કરે છે. ઉપેક્ષા કરે છે એને પ્રાપ્તિ થવાનો પ્રશ્ન કેવી રીતે હોઈ શકે ? પ્રાપ્ત થાય એને એ વાત કેવી રીતે હોઈ શકે ? આ પરિસ્થિતિ અનંત કાળથી ચાલે છે. સમજીને નિવૃત્ત કરવા જેવી છે.
પ્રશ્ન :- તત્ત્વ શું એ બરાબર સમજે અને એને માટે અંગીકાર કરવા પુરુષાર્થ ન કરે તો એ ઓઘસંજ્ઞાને કા૨ણે ?
સમાધાન :- ઓઘસંજ્ઞાને કારણે. પોતે એની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે એવી જ સમજણનો વિષય છે. સમજણમાં એ વાત ગર્ભિત છે. યથાર્થ સમજણમાં પુરુષાર્થ ગર્ભિત છે. પુરુષાર્થ વિના સમજણ યથાર્થ નથી. સમજણ પોતે જ પુરુષાર્થની ઉત્પાદક છે. જો પુરુષાર્થની ઉત્પાદક સમજણ નથી તો એ સમજણ યથાર્થ નથી. પછી ઓઘસંશામાં પડ્યો રહેશે. મારું સમજવું બરાબર છે અને સમજવું બરાબર કેમ એને લાગે ? કે શાસ્ત્ર સાથે મેળવી છે. ન્યાય, યુક્તિ, આગમ, તર્ક બધું એને મેળ ખાય જાય અને સંતોષ પકડી લે કે બરાબર છે, હું બરાબર સમજું છું. પણ ઓઘસંશામાં જ હોય. એ ઓઘસંશા મિથ્યાત્વને છોડવા નહિ દે, સત્પુરુષને ઓળખવા નહિ દે. ‘શ્રીમદ્ભુ’ એ ત્રણ વાત લીધી છે. આગળ આવશે. ત્રણ વાત લીધી છે. લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ આ ત્રણ એવી ચીજ છે કે જે સત્ની ઓળખાણ ન થવા દે. છે. ૪૪૯ (પત્ર છે), પાનું ૩૭૨. વૈરાગ્યાદિ સાધનસંપન્ન ભાઈ કૃષ્ણદાસ ખંભાત' કૃષ્ણદાસ કરીને કોઈ વૈરાગી ભાઈ છે એને બહુ વિસ્તા૨થી ૨૬ માં વર્ષમાં પત્ર લખ્યો છે. પાંચમો પેરેગ્રાફ લ્યો.
આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંશા, ઓઘસંશા
-